- બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં પહાડો વચ્ચે ભોજન લઈ રહ્યા છે સુનિલ શેટ્ટી
- તેમના આ વીડિયો પર તેમના ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
ન્યુઝ ડેસ્ક: બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. તેઓ નાનામાં નાની ખુશી તેના ફેન્સ સાથે શેર કરતા જોવા મળે છે. હાલમાં જ સુનિલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પહાડોની વચ્ચે બેસીને ભોજનનો આનંદ લઈ રહ્યા છે. આ સાથે જ તેમનો કેમેરામેન આસપાસનો વ્યૂ પણ બતાવી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુનિલ શેટ્ટી ગ્રે કલરના ટીશર્ટ અને વાદળી રંગની પેન્ટ સાથે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. આ સાથે જ કાળા ગોગલ્સ પણ પહેરી રાખ્યા છે. જોકે, તેમના આ વીડિયો પર તેમના ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કોવિડ કેસ નોંધાયા, 509ના મોત