ભોજપુરઃ બૉલિવૂડ અભિનેતા સોનૂ સૂદની ઉદારતા, દયા, લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ જોવા મળી રહ્યો છે. સોનુ સુદે એક બિમાર બાળકીની મદદ કરી હતી. તે બાળકીની બહેને ટ્વિટ કરી અને એક પોસ્ટ દ્વારા સોનૂ સૂદ પાસે મદદ માંગી હતી.
જરૂરિયાત મંદોના મસીહા સોનૂ સૂદે ભોજપુર જિલ્લાની એક બાળકીને બચાવી - ભોજપુર નવદા પોલીસ સ્ટેશન
કોરોના મહાનમારીના આ કપરા કાળમાં અભિનેતા સોનૂ સૂદ જરૂરિયાત મંદોના મસીહા બન્યા હતા. તેને આવા કપરા કાળમાં હજારો લોકોની મદદ કરી હતી અને ફરી ભોજપુર જિલ્લાની એક બિમાર બાળકીની મદદ કરી તેની જિંંદગી બચાવી હતી.
આ ઘટના ભોજપુર નવદા પોલીસ સ્ટેશનનોના કમરન ટોલની છે. આ વિસ્તારમાં રહેતી એક નેહા નામની યુવતીએ 1 સપ્ટેમ્બરના રોજ સોનૂ સૂદને ટ્વિટ પર ટેગ કરી લખ્યું હતુ કે, તેમની બહેન દિવ્યા સહાય ઉર્ફે ચુલબુલની તબયત ખરાબ છે. તેને ઓપરેશનની ખાસ જરૂર છે.
લોકડાઉનના કારણે દિલ્હી એમ્સમાં જગ્યા તો મળી ગઇ પરંતુ સર્જરી થઈ શકી નહીં તેથી તેને સોનુ સુદને વિનંતી કરી અને કહ્યુ કે, તેને દિલ્હી એઈમ્સમાં સર્જરી માટે તારીખ લેવડાવી આપે બીજી વધારે જરૂરિયાત નથી. ત્યાર બાદ સોનુએ નેહાના ટ્વિટ પર 5 સપ્ટેમ્બરના રોજ રિપ્લાઇ આપી જણાવ્યું કે, તમારી બહેન એ મારી બહેન છે. તેનો હોસ્પિટલમાં ભરતી કરવીએ મારૂ કામ છે. તેને સ્વસ્થ કરવાની જવાબદારી મારી છે. તેને હોસ્પિટલમાં ભરતી કર્યા બાદ દિવ્યાની સફળતા પૂર્વક સર્જરી થઇ હતી. આ પછી તેની બહેન નેહા અને તેના સંપૂર્ણ પરિવાર સાથે જિલ્લાવાસીઓએ સોનૂ સૂદનો આભાર માન્યો હતો.