- અભિનેતા શાહરુખ ખાનના ફેન્સ આવ્યા શાહરુખની પડખે
- શાહરુખના ફેન્સ શાહરુખને હિંમત આપવા તેના ઘરની બહાર એકઠા થયા
- NCBએ શાહરુખના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે
હૈદરાબાદઃ 2 નવેમ્બરે અભિનેતા શાહરુખ ખાનનો જન્મદિવસ છે. જોકે, જન્મદિવસના એક મહિના પહેલા જ શાહરુખ ખાન પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, NCBએ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. જોકે, હવે આર્યન ખાનને 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. આર્યનની ધરપકડ પછી બોલિવુડના કલાકારો શાહરુખ ખાનના સમર્થનમાં દેખાઈ રહ્યા છે. તો હવે શાહરુખના ફેન્સ શાહરુખને હિંમત આપવા અને મદદ કરવા તેના ઘર મન્નતની બહાર એકઠા થયા છે.
આ પણ વાંચો-ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને પૂછવામાં આવ્યું 'ઘરનું ભોજન જોઇએ છે?', આપ્યો આવો જવાબ
વિવિધ પોસ્ટર સાથે ફેન્સે શાહરુખના ઘરની બહાર એકઠા થયા
મન્નતની બહાર એકઠા થયેલા શાહરુખ ખાનના ફેન્સના હાથોમાં અનેક બેનર અને પોસ્ટર છે, જેમાં 'ટેક કેર કિંગ ખાન' અને 'વી સ્ટેન્ડ વિથ યૂ શાહરુખ' લખ્યું છે. તો અનેક પોસ્ટરમાં લખ્યું છે કે, વિશ્વના ખૂણા ખૂણાથી તમારા ફેન્સ તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે છે. ટેક કેર કિંગ ખાન. તો સોશિયલ મીડિયા પર આર્યનનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ભીખ માગતા બાળકોની મદદ કરતા જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-Cruise drug party case: ક્રુઝની તલાશી બાદ 8 માંથી 5 ઇસમોની અટકાયત, NCB ની કાર્યવાહી ચાલુ
બોલિવુડ કલાકારો આર્યન ખાનની પડખે ઉભા રહ્યા
તો અભિનેતા સુનીલ શેટ્ટી, અભિનેત્રી પૂજા ભટ્ટ અને મીકા સિંહ પછી હવે ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન પણ આર્યનના સપોર્ટમાં આવી છે. સુઝૈન ખાને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી જવાબ આપતા જણાવ્યું હતું કે, મારા મતે આ આર્યન ખાન અંગે નથી. દુર્ભાગ્યપણે તે ખોટા સમયે ખોટી જગ્યા પર હતો. આપણે આ ઘટનાને એક ઉદાહરણ તરીકે જોઈ શકીએ છીએ કે, કઈ રીતે બોલિવુડના લોકોનું વિન્ચ હિન્ટ કરવામાં આવે છે. આ ખૂબ જ દુઃખદ અને યોગ્ય નથી. આર્યન એક સારો છોકરો છે. આ મામલામાં શાહરુખ અને ગૌરીની સાથે ઉભી છું.
ગૌરી ખાનની મિત્ર છે સુઝૈન
સુઝૈન અને ગૌરી ખાન સારા મિત્ર છે. બંને અનેક વખત બોલિવુડ પાર્ટીઓમાં સાથે દેખાયા છે. એટલું જ નહીં બંને ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને બંને બિઝનેસ પાર્ટનર પણ છે. ગૌરી અને સુઝૈન રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ કામ કરી રહ્યા છે. બંનેએ દુબઈમાં એક પ્રોજેક્ટની લોન્ચિંગ પાર્ટી યોજી હતી. બંનેએ ગોવાના પોતાના 12 વિલાની નાયરા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું પ્રમોશન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના નેતા શશિ થરૂરે શાહરુખ ખાનનો સપોર્ટ કર્યો છે. તેમણે ટ્વિટર માટે આ સમગ્ર મામલા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને સાથે જ શાહરુખ ખાનનો સપોર્ટ કર્યો છે.
તેમણે લખ્યું હતું કે, હું ન તો કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું સેવન કરું છું. ન તો હું એવા કોઈ ડ્રગ્સનો ફેન છું, પરંતુ હું આ વાતથી નિરાશ છું કે, જે રીતે આ કેસને હાઈલાઈટ કરવામાં આવી રહ્યો છે અને આર્યનની આ વ્યથા પર તેનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. મારું લોકોથી એ જ કહેવું છે કે, થોડી સહાનુભૂતિ રાખો. લોકો પહેલાથી જ ટોન્ટ મારવાની માનસિકતા રાખે છે. તેવામાં તમે 23 વર્ષના બાળકને વધુ કલંકિત ન કરો.