ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - કમબેક

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જોકે, રણધીર કપૂરે એમ કહ્યું છે કે રણબીર બીમાર છે. અભિનેતા રણબીર કપૂર હાલમાં પોતાના કમબેકની તૈયારીમાં લાગ્યા છે. હાલમાં જ તેઓ આલિયા ભટ્ટ સાથે પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર સ્પોટ થયા હતા.

બોલીવુડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
બોલીવુડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

By

Published : Mar 9, 2021, 3:27 PM IST

  • બોલીવુડ અભિનેતા રણબીર કપૂર કોરોના પોઝિટિવ આવતા પરિવાર ચિંતામાં
  • રણબીર કપૂર પોતાના કમબેકની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • થોડા દિવસ પહેલા જ રણબીર આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પર સ્પોટ થયા હતા

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પણ હવે પોઝિટિવ આવ્યા છે. હાલમાં રણબીર પોતાના કમબેકની તૈયારીમાં છે. થોડા દિવસ પહેલા જ તેઓ આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પર સ્પોટ થયા હતા. જોકે, રણબીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવાર અને ફેન્સને ઝાટકો લાગ્યો છે. રણબીર હાલમાં ખૂબ જ બીમાર છે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યએ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મનું નામ બદલવાની કરી માગ

આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીની મુશ્કેલી વધી શકે છે

આ અંગે મળતી માહિતી અનુસાર, રણબીરના માતા નીતુ કપૂર પછી હવે રણબીર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રણબીરના કાકા રણધીર કપૂરે જણાવ્યું હતું કે, રણબીર બીમાર છે. તેમની તબિયત સારી નથી. જોકે, મને એ ખબર નથી કે તેને શું થયું છે. હવે જો રણબીરનો કોરોના રિપોર્ટ ખરેખર પોઝિટિવ હશે તો આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી માટે મુશ્કેલી વધી જશે. કારણ કે, હાલમાં જ ત્રણેય લોકો એક સાથે ફિલ્મના સેટ પર હતા.

આ પણ વાંચોઃભૂમિ પેંડણેકર અને રાજકુમાર રાવની ફિલ્મ 'બધાઈ દો'નું શૂટિંગ પૂર્ણ

ABOUT THE AUTHOR

...view details