ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવુડ અભિનેતા Ranbir Kapoorનો આજે 38મો જન્મદિવસ, રણબીર બાળપણમાં કેવી મસ્તી કરતા હતા, જુઓ - રણબીરના પિતા ઋષિ કપૂર

બોલિવુડના ચોકલેટી બોય અભિનેતા રણબીર કપૂરનો આજે 38મો જન્મદિવસ છે. રણબીર કપૂર હંમેશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કારણે ઘણા ચર્ચામાં રહે છે. રણબીર પોતાની માતા નીતુ કપૂરની ખૂબ જ નજીક છે. રણબીર કપૂરે વર્ષ 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તો બોલિવુડના કલાકારો સહિત રણબીરના ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે.

બોલિવુડ અભિનેતા Ranbir Kapoorનો આજે 38મો જન્મદિવસ, રણબીર બાળપણમાં કેવી મસ્તી કરતા હતા, જુઓ
બોલિવુડ અભિનેતા Ranbir Kapoorનો આજે 38મો જન્મદિવસ, રણબીર બાળપણમાં કેવી મસ્તી કરતા હતા, જુઓ

By

Published : Sep 28, 2021, 9:21 AM IST

  • બોલિવુડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor)નો આજે 38મો જન્મદિવસ
  • રણબીર કપૂર હંમેશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કારણે ઘણા ચર્ચામાં રહે છે
  • બોલિવુડના કલાકારો સહિત રણબીરના ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે

ન્યૂઝ ડેસ્કઃ અભિનેતા રણબીર કપૂર આજે (28 સપ્ટેમ્બરે) પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રણબીર કપૂરે વર્ષ 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. રણબીર અત્યારની પેઢીના સૌથી સફળ અભિનેતામાંથી એક છે. તેઓ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રણબીર કપૂર પોતાની માતા નીતુ કપૂરની સૌથી નજીક છે. જોકે, રણબીરના પિતા ઋષિ કપૂર સાથે તેમનો ક્યારેય મિત્રતાનો સંબંધ નહતો. ઋષિ કપૂરે પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. જ્યારે રણબીર કપૂરે કહ્યું હતું કે, તેઓ હંમેશા પિતાના ફેન રહ્યા હતા. રણબીર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તે બુટ પહેરીને પૂજા ઘરમાં જતા રહ્યા હતા. તે સમયે ઋષિ કપૂરે તેને થપ્પડ મારી દીધી હતી.

બહેન રિદ્ધિમાના કપડાં રણબીર તેની ગર્લફ્રેન્ડને આપતા હતા

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાનીએ હાલમાં જ કપિલ શર્મા શોમાં જણાવ્યું હતું કે, રણબીર કપૂર બહેન રિદ્ધિમાના કપડા તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપતા હતા. રિદ્ધિમાએ કહ્યું હતું કે, પોકેટમની બચાવવા માટે રણબીર હંમેશા મારી વસ્તુઓ તેની ગર્લફ્રેન્ડને આપતા હતા. તે સમયે રિદ્ધિમા લંડનમાં ભણી રહી હતી. જોકે, ત્યારબાદ તે ઘરે આવી તે સમયે જ રણબીરની ફિમેલ ફ્રેન્ડ તેને ઘરે મળવા આવી. તે જ સમયે તેમને આ વાતની ખબર પડી હતી.

રણબીરે ન્યૂ યોર્કમાં ફાયર અલાર્મ વગાડી ફાયર બ્રિગેડને બોલાવી હતી

નીતુ કપૂરે પણ એક રિયાલિટી શો સુપર ડાન્સ 4માં જણાવ્યું હતું કે, જ્યારે તે બાળક હતો. ત્યારે અમે ન્યૂ યોર્કમાં રહેતા હતા. તેણે બિલ્ડીંગમાં ફાયર અલાર્મ જોયું અને તેને દબાવી દીધું હતું. નીતુ કપૂરે કહ્યું હતું કે, અચાનક ઘણા બધા ફાયરબ્રિગેડને બિલ્ડીંગ નીચે આવી ગયા હતા અને રણબીર ડરી ગયા હતા. તેણે કોઈને કહ્યું નહતું. પોતાની દાદી પાસે જતા રહ્યા હતા અને કહ્યું હતું કે, મેં કર્યું કોઈને કહેતા નહીં.

આ પણ વાંચોઃહેપ્પી બર્થ ડે લતા મંગેશકર : ખોવાયેલું ગીત 26 વર્ષ પછી રિલીઝ થશે, જાણો કયું ગીત હશે

આ પણ વાંચોઃઅક્ષય કુમારની 'રક્ષાબંધન' અને પ્રભાસની 'આદિપુરુષ' એકસાથે થિએટરમાં 11 ઓગસ્ટે ટકરાશે

ABOUT THE AUTHOR

...view details