દહેરાદુનઃ બૉલીવુડના લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષે નિધન થયું છે. ઈરફાન ખાન લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યાં હતાં. મુંબઈના એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જયાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ઇરફાન ખાને અત્યારે ભલે આપણને છોડી જતા રહ્યાં પરંતુ હતેમની કેટલીક યાદો છે, જે હંમેશા તેમનો અહેસાસ કરાવશે. ઇરફાન ખાનની કેટલીક એવી યાદો જે ઉત્તરાખંડ સાથે જોડાયેલી છે.
ઋષિકેશ સાથે જોડાયેલી તેમની યાદો
પોતાના અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર ઈરફાને અચાનક દૂનિયા છોડીને જતા રહશે અવું કોઈએ નહીં વિચાર્યુ હોય. તેમના નિધનની દરેક લોકો દુઃખી છે. તેમનું આ રીતે દુનિયા છોડીને જતું રહેવું શોક જેવું છે. ઈરફાન ખાનની કેટલીક યાદો ઉત્તરાખંડના ઋષિકેશ સાથે જોડાયલી છે. તેઓ બે વર્ષ પહેલાં ઋુષિકેશ આવ્યાં હતાં. ત્યાંના લોકોનું કહેવું છે કે આ દરમિયાન તેઓ બેફિકર ઋષિકેશની શેરીઓમાં ઘુમ્યાં હતાં.