- બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી (Bollywood actress Mandira Bedi)ના પતિનું નિધન
- મંદિરા બેદીના પતિ રાજ કૌશલ (Raj Kaushal)નું આજે સવારે થયું નિધન
- રાજ કૌશલ (Raj Kaushal)નું સવારે 4.30 વાગ્યે હૃદયરોગના હુમલા (heart attack)થી નિધન થયું
આ પણ વાંચો-Birth Anniversary: આજે પણ યાદોમાં જીવીત છે 'હવા હવાઈ' , જુઓ આ રીતે થઈ હતી ફિલ્મી સફરની શરૂઆત
અમદાવાદઃ 49 વર્ષીય રાજ કૌશલ એક ફિલ્મમેકર (Film Maker) હતા. મંદિરા બેદી અને રાજ કૌશલે (Mandira Bedi and Raj Kaushal) 14 ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતા. મંદિરા એક ઓડિશન (Audition)માં ગઈ હતી તે દરમિયાન જ રાજ અને મંદિરા એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. રાજે પોતાની કારકિર્દીમાં 'પ્યાર મેં કભી કભી', શાદી કા લડ્ડુ અને એન્થની કૌન થા જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
બોલિવુડ ફિલ્મ નિર્દેશક અને અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદયરોગના હુમલાથી નિધન આ પણ વાંચો-Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...
બોલિવુડના કલાકારોએ રાજ કૌશલને આપી શ્રદ્ધાંજલિ
મંદિરા બેદી (Mandira Bedi)ના એક મિત્રએ રાજના નિધન અંગેના સમાચારની ખાતરી આપી છે. રાજ કૌશલ (Raj Kaushal)નું સવારે 4.30 વાગ્યે હૃદયરોગનો હુમલો (Hearth Attack) થતા નિધન થયું છે. જોકે, કોઈ સારવાર લે તે પહેલા તો રાજનું નિધન થઈ ગયું હતું. આપને જણાવી દઈએ કે, રાજ અને મંદિરાને 2 બાળક છે. રાજ એક પ્રોડ્યુસર અને સ્ટન્ટ ડિરેક્ટર પણ હતા. વર્ષ 2011એ મંદિરાએ પોતાના બાળકને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ચાર વર્ષની એક બાળકીને દત્તક પણ લીધી છે. બોલિવુડના અનેક કલાકારોએ રાજ કૌશલ (Raj Kaushal)ને શ્રદ્ધાંજલિ આપી હતી.