મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતના ઘર પર બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કાર્યવાહી પર મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે. આ મામલે BMC એડવોકેટે અત્યારસુધીમાં 82.50 લાખ રુપિયાથી વધુનો ખર્ચ કરી ચૂકી છે. આપને જણાવી દઈએ કે, કંગનાએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ વાત આરટીઆઈ હેઠળ સામે આવી છે.
આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે જાણકારી આપી છે કે, BMC તરફથી એસ્પી ચિનૉય હાઈકોર્ટમાં આ કેસ લડી રહ્યા છે. કોરોનાના કારણે મુંબઈ મહાપાલિકા પર આર્થિક સંકટ છે. ત્યારબાદ આટલો ખર્ચ કર્યા બાદ ભાજપે BMC અને શિવસેના પર નિશાન સાધ્યું છે.
મ્યુનિસિપલે ગેરકાયદેસર બાંધકામના આરોપમાં કંગનાને 354 નોટિસ આપી છે. આ નોટિસના જવાબ ન મળતા BMCએ મણિકર્ણિકા ફિલ્મ કાર્યાલયમાં ગેરકાયદેસર બાંધકામ હોવાથી બુલડોઝર ફેરવ્યું હતુ.