મુંબઇ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન થોડા દિવસો પહેલા કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવતા તેમના નિવાસ સ્થાન 'જલસા' બંગલોને બૃહદ મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યું હતું, જે હવે હટાવી લેવામાં આવ્યું છે.
અમિતાભ સાથે અભિષેક, એશ્વર્યા તથા તેમની પુત્રી આરાધ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનું પરીક્ષણ 11 જુલાઇએ કરવામાં આવ્યું હતું. હાલ આ તમામ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.