ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પાતાલ લોક વિવાદ: ભાજપના ધારાસભ્યએ કહ્યું, વિરાટ અનુષ્કાને છૂટાછેડા આપે - પાતાલ લોક વિવાદ

'પાતાલ લોક' વેબ સિરીઝને લઇને અનુષ્કા શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી ચૂકેલા ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરએ મીડિયા સાથે તાજેતરમાં કરેલી વાતચીતમાં વિરાટ કોહલીને અભિનેત્રીને છૂટાછેડા આપવા કહ્યું હતું.

પાતાલ લોક વિવાદ
પાતાલ લોક વિવાદ

By

Published : May 27, 2020, 4:10 PM IST

મુંબઇ: અનુષ્કા શર્માની પહેલી ડિજિટલ સિરીઝ 'પતાલ લોક' નો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહી. ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પોલીસને ફરિયાદ કરીને અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કર્યા બાદ હવે તેણે અભિનેત્રીના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અનુષ્કાને વહેલી તકે છૂટાછેડા આપવા માંગ કરી છે!

સ્થાનિક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ભાજપના ધારાસભ્યએ અનુષ્કાને 'દેશદ્રોહી' ગણાવી હતી અને વિરાટને કહ્યું હતું કે તે 'સાચા દેશ ભક્ત' છે તેથી તેમણે અભિનેત્રીને છૂટાછેડા આપવા જોઈએ.

નંદકિશોરે સમગ્ર સિરિઝને નિશાન બનાવતાં કહ્યું કે આમાં પાકિસ્તાન, દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈની દખલની પણ વાત કરી છે.

આ પહેલા પણ ગિલ્ડના સભ્ય અને વકીલ વિરેનસિંહ ગુરુંગે અનુષ્કાને સિરિઝમાં જાતિ આધારિત શબ્દનો ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે.

ABOUT THE AUTHOR

...view details