ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2020, 8:55 AM IST

ETV Bharat / sitara

#HppyBirthdayPriyanka : 'દેશી ગર્લ'ની બોલિવૂડથી લઇ હોલીવૂડ સુધીની સફર...

પોતાની શાનદાર એક્ટિંગથી બોલિવૂડમાં નહીં પણ હોલીવૂડમાં પણ પોતાની નામના મેળવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. તેના બર્થ ડે પર અમે તમને પ્રિયંકાની ફિલ્મી સફર વિશે જણાવીશું....

Birthday special
પ્રિયંકા ચોપડા

મુંબઇ: બોલિવૂડની સાથે સાથે હોલીવૂડમાં પણ પોતાની અલગ નામના મેળવનાર પ્રિયંકા ચોપરા આજે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. પ્રિયંકાએ પોતાની ખૂબસુરતી અને પોતાના અલગ અંદાજથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

'દેશી ગર્લ' ની બોલિવૂડથી લઇને હોલીવુડ સુધીની સફર

પ્રિયંકાનો જન્મ 18 જુલાઇ, 1982માં ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. તેના પિતા પંજાબના અંબાલા ગામના હતા. જો કે, માતા ઝારખંડની હતી. તેમના માતા-પિતા ભારતીય સેનામાં ડૉક્ટર્સ હતા. જેથી તેઓને અલગ અલગ રાજ્યોમાં જવું પડતું હતું, જેના કારણે પ્રિયંકાને ઘણી શાળાઓ પણ બદલવી પડતી હતી. 13 વર્ષની ઉંમરમાં પ્રિયંકા અમેરિકામાં તેની કાકી સાથે રહેવા ગઇ. જ્યાં તેણે લગભગ ત્રણ વર્ષ પસાર કર્યા બાદ તે શાળામાં દાખલ થઇ હતી.

અમેરિકામાંથી 3 વર્ષ બાદ પાછી ફરેલી પ્રિયંકાએ બરેલીની આર્મી પબ્લિક સ્કૂલમાં હાઇસ્કૂલનું શિક્ષણ લીધું હતું. પ્રિયંકા અમેરિકામાં 'મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા'ની બીજી વિજેતા બની હતી. તેણે 'મિસ ઈન્ડિયા વર્લ્ડ'ના ખિતાબ માટે પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. આ સન્માન મેળવનારી તે પાંચમી ભારતીય યુવતી હતી.

'દેશી ગર્લ' ની બોલિવૂડથી લઇને હોલીવુડ સુધીની સફર

'મિસ ઈન્ડિયા વર્લ્ડ'નો ખિતાબ જીત્યા બાદ તે ફિલ્મ-ઉદ્યોગ તરફ વળી. તેણે 2002માં તમિલની ફિલ્મ 'થમિજહન'થી અભિનયની શરૂઆત કરી હતી. 2003માં તેણે ધ હીરો સાથે બોલિવૂડમાં પ્રવેશ કરીને એક અનેરી છાપ છોડી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે સની દેઓલ અને પ્રિતી ઝિંટા જોવા મળી હતી. પ્રિયંકાની ઝોલી ફિલ્મને અત્યાર સુધીમાં ઘણી પુરસ્કાર મળવી ચૂકી છે. તેણે અંદાજ, એતરાઝ, ફેશન, કમીને, 7 ખૂન માફ, બરફી, મેરી કોમ અને બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે ફિલ્મ ફેયર અને બેસ્ટ એક્ટર્સનો એવૉર્ડ મળ્યો છે.

'દેશી ગર્લ' ની બોલિવૂડથી લઇને હોલીવુડ સુધીની સફર

પ્રિયંકાને ભારતીય સિનેમામાં યોગદાન આપવા બદલ ભારત સરકારે પદ્મ શ્રી એનાયત કર્યો હતો. આ એવોર્ડ્સ સિવાય અભિનેત્રીએ આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ, લાયન્સ ગોલ્ડ એવોર્ડ્સ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ સહિતના ઘણાં એવોર્ડ જીત્યા છે. તે હોલીવૂડની ટીવી સિરીઝમાં પણ જોવા મળી હતી.

દેશી ગર્લ' ની બોલિવૂડથી લઇને હોલીવુડ સુધીની સફર

પ્રિયંકા ચોપડા છેલ્લી વખત ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં જોવા મળી હતી. તે ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન શોનાલી બોઝ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે તેના નિર્માતા પ્રિયંકા ચોપરા, સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રુવાલા છે. તાજતરમાં જ પ્રિયંકાએ નિક જોન્સ સાથે લગ્ન કર્યા છે.

'દેશી ગર્લ' ની બોલિવૂડથી લઇને હોલીવુડ સુધીની સફર

ABOUT THE AUTHOR

...view details