ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Birthday special: બૉલિવૂડ 'ક્વીન' કંગનાની જાણી અજાણી વાતો

23 માર્ચે અટલે આજે કંગના રનૌત પોતાનો 33મા જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. બૉલિવૂડની ક્વીન કંગનાએ પોતાના અભિનયથી બૉલિવૂડમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. જાણો કંગનાની જાણી અજાણી વાતો..

વાતો
Birthday

By

Published : Mar 23, 2020, 12:46 PM IST

કંગનાએ 2006માં બૉલિવૂડમાં ફિલ્મ ગેંગસ્ટરથી ડેબ્યૂ કર્યું હતું. પોતના 14 વર્ષના કરિયરના કંગનાએ બૉલિવૂડમાં આગવી જગ્યા બનાવી છે. કગંનાને નેશનલ એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ મળ્યો છે.

ક્વીન

કંગનાએ ચાર ફિલ્મફેર એવોર્ડ પોતના નામે કર્યાં છે. 'ગેંગસ્ટર' ફિલ્મ માટે કંગનાને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ, 'ફેશન' માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી, 'ક્વીન' માટે બેસ્ટ અભિનેત્રી, 'તનુ વેડ્સ મનુ' માટે બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો છે.

કંગના રનૌત

કંગનાએ પોતાની શાનદાર અભિનય માટે ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. પહેલો નેશનલ એવોર્ડ "ફેશન" માટે મળ્યો હતો. પછી ક્વીન અને "તનુ વેડ્સ મનુ" માટે પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

કંગના રનૌત

આ વર્ષે જાન્યુઆરીમાં કલાના ક્ષેત્રમાં યોગદાન માટે કંગનાને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

બૉલિવૂડમાં કંગના એક આઉટસાઇડર છે. પરંતુ શાનદાર અભિનય અને મળતી તકનો લાભ ઉઠવાને કંગના બૉલિવૂડને ક્વીન બની છે. કંગનાએ અભિનય સિવાય પ્રોડક્શન હાઉસની મણિકર્ણિકા ફિલ્મથી શરુઆત કરી હતી.

કંગના રનૌત

કંગનાએ ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના રોલ કર્યાં છે. કંગનાએ બાકી અભિનેત્રીઓથી હટકે રોલ કર્યાં છે. જેમાં ક્વીન ફિલ્મે બૉલિવૂડમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

કંગના આગામી સમયમાં જયલલિતાની બાયોપિક "થલાઇવી"માં જોવા મળશે. કંગના "તેજસ" અને "ધાકડ" ફિલ્મમાં એકશન અવતારમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details