મુંબઇઃ પોતાના ચુલબુલા અંદાજ અને ચંચળ અદાકારીથી બધાના દિલોમાં ખાસ જગ્યા બનાવનારી 90ના દશકની ટૉપ એક્ટ્રેસમાં શુમાર કાજોલને આજે કોઇ પરિચયની જરૂર નથી. આજે કાજોલ પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસરે જાણીએ તેની ફિલ્મી સફર અને પર્સનલ લાઇફ સાથે જોડાયેલી અમુક રોમાંચક વાતો...
કાજોલે વર્ષ 1992માં આવેલી ફિલ્મ 'બેખુદી'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે સમયે તે લગભગ 16 વર્ષની હતી.
બેક ટુ બેક આપી હિટ ફિલ્મો
કાજોલની પહેલી સફળ ફિલ્મ વર્ષ 1993માં આવેલી 'બાજીગર' હતી. જેના આવતા વર્ષ એટલે કે, 1995માં તેની 'કરણ- અર્જૂન' અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ બંને જ ફિલ્મો આવી અને બંને જ તે સમયની હિટ ફિલ્મો રહી હતી.
'ફનાથી કરી હતી ધમાકેદાર વાપસી'
'પદ્મશ્રી લઇને 6 ફિલ્મફેર ઍવોર્ડ પોતાને નામ કરી ચૂકી છે. 'કભી ખુશી કભી ગમ' બાદ લાંબા સમય સુધી તેમણે બ્રેક લીધો, પરંતુ 'ફના'થી ધમાકેદાર વાપસી કરી અને છઠ્ઠો ફિલ્મફેર ઍવોર્ડ પણ પોતાને નામ કર્યો હતો.'
નેગેટિવ રોલ માટે જીત્યો ફિલ્મફેર ઍવોર્ડ
કાજોલની ફિલ્મ 'ગુપ્ત' વર્ષ 1997 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કાજોલનું પાત્ર નકારાત્મક હતું. કાજોલ કેટલીવાર ઇન્ટરવ્યુમાં આ રોલને પોતાના ફિલ્મી કરિયરનું સૌથી મુશ્કેલ પાત્ર માને છે. આ પાત્ર માટે કાજોલને ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો હતો.
જ્યારે કાજોલ અને અજયના લગ્નની ટીકા કરવામાં આવી
ફિલ્મ 'ગુંડારાજ'ના સેટ પર બંનેનો રોમાન્સ શરૂ થયો હતો. પોતાના કરિયરના શિખર પર બેઠેલી કાજોલે જ્યારે અજય સાથે લગ્ન કર્યા તો ઘણા લોકોએ કાજોલના આ નિર્ણયની ટીકા કરી હતી.
અજય દેવગન અને કાજોલની રહેણી-કહેણી અને મિજાજ બંને એકબીજાથી અલગ છે. જેને જોતા ઘણા લોકો માનતા હતા કે, બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલશે નહીં, પરંતુ આ સમયે બંનેની જોડીની મિસાલ આપે છે.
જ્યારે શાહરૂખને જાણી જોઇને કાજોલને પછાડી
ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના 'રુક જા ઓ દિલ દિવાને' ગીતના અંતમાં શાહરૂખ, કાજોલને નીચે પછાડતા જોવા મળે છે. જે પાછળ પણ એક મઝેદાર કિસ્સો છે. આ ગીતના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન જાણતા હતા કે, તે કાજોલને પછાડશે, પરંતુ કાજોલ આ વાતથી અજાણ હતી. આદિત્ય ચોપડા કાજોલના ચહેરા પર આવતા વાસ્તવિક ભાવોને કેમેરામાં કેદ કરવા ઇચ્છતા હતા.
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના ટાઇટલને જણાવ્યુ હતું 'ટપોરી'
ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના ટાઇટલને જ્યાં બધાએ પસંદ કર્યું, ત્યારે કાજોલે તેને ટપોરી ગણાવ્યું હતું. આ ટાઇટલ અનુપમ ખેરની પત્ની કિરણ ખેરે સૂચવ્યું હતું.
તામિલ ફિલ્મમાં પણ જોવા મળી છે કાજોલ
હિન્દી ફિલ્મો ઉપરાંત કાજોલે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યું છે. કાજોલ 'Minsaara Kannavu' ફિલ્મમાં પ્રભુદેવા અને અરવિંદ સ્વામીની સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બાદ કાજોલે કહ્યું હતું કે, પ્રભુદેવાની સાથે ડાન્સ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
કરણ જોહરની લકી ચાર્મ
કાજોલ કરણ જોહરની નજીકી દોસ્તમાંની એક છે. કરણ કાજોલને પોતાની લકી ચાર્મ માને છે. જે ફિલ્મમાં કાજોલનો મહત્વનો રોલ નથી, તો કરણની દરેક ફિલ્મમાં કાજોલનો કૈમિયો જરૂર હોય છે.
સિંગલ મધરના પાત્રમાં જોવા મળી હતી
વર્ષ 2018માં કાજોલના જન્મદિવસના ખાસ અવસર પર તેમની ફિલ્મ હેલિકોપ્ટર ઇલાનું ટ્રેલર રીલિઝ થયું હતું. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના દિવસે રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં કાજોલ એક સિંગલ મધર ઇલાના પાત્રમાં જોવા મળી હતી.
કાજોલ આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ 'તાનાજી'માં પોતાના પતિ અજય દેવગન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલ તાનાજી માલુસરેના પાત્ર નિભાવી રહેલા અજયની પત્ની સાવિત્રી બાઇની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તે એક શોર્ટ ફિલ્મ 'દેવી'માં પણ દેખાઇ હતી. ઇટીવી ભારત તરફથી કાજોલને જન્મદિવસની શુભેચ્છા...