ગુજરાત

gujarat

ETV Bharat / sitara

BirthAnniversary: આ સદાબહાર ગીતોથી 'પલ પલ દિલ કે પાસ' રહેશે કિશોર દા... - કિશોર કુમાર બર્થ એનિવર્સરી

ભારતીય પ્લેબેક સિંગર, અભિનેતા, લેખક, ફિલ્મ નિર્માતા, સંગીતકાર, સ્ક્રીનરાઇટર... આટલા બધા ગુણોના ધની કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ, 1929ના મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં થયો હતો. કિશોર કુમારનું સાચું નામ આભાસ કુમાર હતું, પરંતુ તેમણે અનેક સ્ક્રીનના નામ કિશોર કુમારથી જ ઓળખ મળી હતી. કિશોર કુમાર અભિન્ન પ્રતિભાના ધની હતા. આ ઉપરાંત તે વ્યવહારમાં પણ મઝાકિયા અને મસ્તમૌલા સ્વભાવના હતા. આજે જો કિશોર દા હોત તો આપણી સાથે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. કિશોર કુમાર તો આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમની યાદો તેમના ગીતના શબ્દોની જેમ 'પલ પલ દિલ કે પાસ' રહેશે.

kishore kumar BirthAnniversary
kishore kumar BirthAnniversary

By

Published : Aug 4, 2020, 12:00 PM IST

મુંબઇઃ બહુમુખી પ્રતિભાના ધની કિશોર કુમાર ન માત્ર એક શાનદાર ગાયક હતા, પરંતુ સંગીતકાર, લેખક, નિર્માતા અને નિર્દેશક હતા. તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1929ના મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં થયો હતો. કિશોર કુમારનું સાચું નામ આભાસ કુમાર ગાંગુલી હતું. 13 ઓક્ટોબર, 1987ના દિવસે તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. પોતાની મીઠી અવાજમાં ગવાયેલા ગીતો દ્વારા કિશોર કુમાર આજે પણ આપણી આસપાસ રહેલા છે. આજના સમયમાં પણ લોકો તેમના ગીતોના દિવાના છે. તેમની બર્થ એનિવર્સરીના અવસરે એક નજર કરીએ તેમના સદાબહાર ગીતો પર...

'ઓ મેરે દિલ કે ચેન', ફિલ્મ 'મેરે જીવન સાથી'નું આ ગીત બેચેન મનને શાંત કરવામાં કારગર સાબિત થાય છે. કિશોર દાના અવાજથી સજેલું આ ગીત રાજેશ ખન્ના અને તનુજા પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને મજરુહ સુલ્તાનપુરીએ લખ્યું છે અને રાહુલ દેવ બર્મન સાહેબે તેને મ્યુઝિક આપ્યું છે.

'મિસ્ટર એક્સ ઇન બૉમ્બે' ફિલ્મનું ગીત 'મેરે મહબુબ કયામત હોગી' ખૂબ જ ફેમસ અને બધાનું પ્રિય છે. કિશોર દાના અવાજથી સજેલું આ ગીતમાં પોતે કિશોર દા પોતાના મહબૂબને ફરિયાદ કરી અને પોતાની સ્થિતિને રજૂ કરી હતી. આનંદ બખ્શીના શબ્દોથી સજેલા આ ગીતમાં મ્યૂઝિક લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ આપ્યું હતું.

સદાબહાર રોમેન્ટિક ગીતોના લિસ્ટમાં એક ગીત આવે છે ફિલ્મ 'સાગર'નું 'ચહેરા હૈ યા ચાંદ ખિલા હૈ'. આ ગીતમાં કિશોર દાનો શાનદાર અવાજ આપણને મદહોશ કરે છે. આજે પણ પોતાના મહબૂબની પ્રશંસામાં આ ગીત લોકો ગુનગુનાવતા હોય છે. આર ડી બર્મનના સંગીતથી સજેલું આ ગીત પણ બધાનું પ્રિય છે.

વર્ષ 1968માં આવેલી ફિલ્મ 'પડોસન'નું ગીત 'મેરે સામને વાલી ખિડકી'ને કોઇ કઇ રીતે ભુલી શકે. આ ગીતમાં પોતાનો અવાજ આપવાની સાથે સાથે કિશોર દાએ તેમાં અભિનય કરતા જોવા મળે છે. તેમનો મસ્તમૌલા અંદાજ આ ગીતમાં જોવા મળે છે.

ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'નું ગીત 'ઓ સાથી રે' પણ કિશોર દાના સદાબહાર ગીતોની લિસ્ટમાં જરૂરથી આવે છે. અમિતાભ બચ્ચન પર ફિલ્માવવામાં આવેલા આ ગીતમાં કિશોર કુમારની દર્દ ભરેલી અવાજથી લોકો પોતાને મહેસૂસ કરી શકે છે.

કિશોર કુમારના શાનદાર અભિનયથી સજેલી વર્ષ 1958ની ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ના બધા જ ગીત ફેમસ છે. જે પોતે કિશોર દાએ જ ગાયા છે. એ ભલે પછી 'હાલ કૈસા હૈ જનાબ કા' હોય અથવા 'પાંચ રુપિયા બાહર આના' હોય. આ દરેક ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યાં છે.

કૉલેજના દિવસોમાં કિશોર કુમાર કેન્ટીન ટેબરને પોતાના તબલા બનાવીને દોસ્તોની સાથે મળીને ગીતો ગાતા હતા. આ એ સમય હતો જ્યારે કિશોરની પાસે વધુ પૈસા ન હતા. તેના પર કૉલેજના પાંચ રુપિયા બાર આનાની ઉધાર રાખવામાં આવ્યા હતા. તે જ્યારે પણ કેન્ટીનમાં આવતા હતા, કેન્ટીનવાળા અંકલ ગુનગુનાવતા કહેતા હતા, 'ઓયે, પાંચ રુપિયા બાર આના'. જેના જવાબમાં તે કહેતા 'મારેગા ભઇયા, ના... ના' આ રીતે ફિલ્મ 'ચલ્તી કા નામ ગાડી'માં પાંચ રુપિયાવાળા ગીતનો દિલચસ્પ આઇડ્યિા અને ગીતના બોલ કિશોર દાની વાસ્તવિક જીવન પરથી મળ્યા છે.

કિશોર દાની અવાજથી સજેલું ફિલ્મ 'આરાધના'નું ગીત 'મેરે સપનો કી રાની' ખૂબ જ પ્રખ્યાત થયું હતું. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત આજે પણ લોકોને એટલું જ પસંદ આવે છે.

ફિલ્મ 'કટી પતંગ'નું ગીત 'પ્યાર દિવાના હોતા હૈ' પણ કિશોર કુમારની અવાજથી સજેલું છે. આ ગીત રાજેશ ખન્ના અને આશા પારેખ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને કમ્પોઝ કર્યું હતું આર ડી બર્મને અને તેના બોલ આનંદ બખ્શીએ આપ્યા હતા.

ધર્મેન્દ્ર અને રાખી પર ફિલ્માવવામાં આવેલું ફિલ્મ 'બ્લેકમેલ'નું ગીત 'પલ પલ દિલ કે પાસ'ને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કિશોર કુમારની અવાજથી સજેલું આ ગીત દરેક લોકો ગુનગુનાવે છે.

ABOUT THE AUTHOR

...view details