- બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ રવિવારે ઉજવ્યો જન્મદિવસ
- દિશાએ 29મો જન્મદિવસ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ અને તેના પરિવાર સાથે ઉજવ્યો
- દિશાએ કૃષ્ણા શ્રોફ સાથે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો શેર
અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ ( Disha Patani ) રવિવારે પોતાનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દિવસે તેણે સોશિયલ મીડિયા ( Social Media ) પર જે ફોટોઝ ( Photos ) શેર કર્યા છે. તેમાં તે ટાઈગર શ્રોફ ( Tiger Shroff ) અને તેની બહેન કૃષ્ણા શ્રોફ ( Krishna Shroff ) સાથે દેખાઈ રહી છે.
દિશા પટનીના વીડિયો ગણતરીની મિનિટોમાં જ વાઈરલ થઈ જાય છે આ પણ વાંચોઃ Remembering Sushant Singh Rajput, કઈ મોટી ફિલ્મોને નકારી કાઢી હતી સુશાંત સિંહ રાજપૂતે? જુઓ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કૃષ્ણા શ્રોફ સાથે દિશા પટની દેખાઈ રહી છે
દિશાએ ( Disha Patani ) પોતાના જન્મદિવસે ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૃષ્ણા શ્રોફ ( Krishna Shroff ) આગળ છે. તેના હાથમાં એક ગ્લાસ છે. જ્યારે દિશા પટની તેની પાછળ આકર્ષક પોઝ આપી રહી છે. એક તો દિશાએ પોતાના જન્મદિવસે (Birthday Celebration) આ વીડિયો શેર કર્યો હોવાથી તે વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર દિશાએ શેર કરેલા ફોટોઝ ( Photos ) અત્યાર સુધી 19 લાખથી વધુ યુઝર્સ જોઈ ચૂક્યાં છે.
આ પણ વાંચોઃ Tiger Shroff's sister ક્રિષ્નાએ આમ નેટ ઉપર મચાવી દીધી છે ધૂમ