મુંબઇઃ પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના જીવન પર બાયોપીક બનવા જઇ રહ્યી છે. જાણીતા ડાયરેક્ટર આનંદ એલ રાય આ ફિલ્મનું ડાયરેક્શન કરશે, ફિલ્મના ક્રિટિક તરણ આદર્શે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
તેમને ટ્વિટ કર્યું હતું કે, વિશ્વનાથન આનંદ પર બાયોપીક. ભારતીય ચેસ ગ્રૈંડ માસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપીક બનાવવામાં આવશે. આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કિ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મને આનંદ એલ રાય ડાયરેક્ટ કરશે, સન ડાયલ એન્ટરટેનમેન્ટ આનંદ એલ રાય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.
તનુ વેડ્સ મનુ અને રાંજણા જેવી ફિલ્મો માટે જાણીતા આનંદ એલ રાય આ અનટાઇટલ્ડ ફિલ્મનું નિર્દેશન કરશે. પાંચવારના વિશ્વ ચેમ્પિયનને ઘણા ફિલ્મ નિર્દેશકોએ બાયોપીક માટે સંપર્ક કર્યો હતો, પણ તેઓ આનંદ એલ રાય સાથે પોતાની જીવનની કહાની શેયર કરવા માટે સહમત થયા હતા.
મહત્વનું છે કે, વિશ્વનાથનની યાત્રા 6 વર્ષની ઉંંમરથી શરૂ થઇ હતી, જ્યારે તેમને પોતાના મોટા ભાઇ અને બહેનને ચેસ રમતા જોયા હતા અને તેમને પોતાની માઁ પાસેથી રમત શીખવાડવા કહ્યું હતું. તેમને કહ્યું કે મારી પત્ની મારી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે.
નિર્માતાઓએ હજી ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ટાઇટલનો ખુલાસો કર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે આવનાર વર્ષમાં આનંદ એલ રાય આ ફિલ્મ પર કામ શરૂ કરશે.