હૈદરાબાદ: ટેલિવિઝન અભિનેત્રી તેજસ્વી પ્રકાશ રવિવારે રાત્રે બિગ બોસ 15ની વિજેતા (Bigg Boss 15 Winner) બની છે. ગ્રાન્ડ ફિનાલે પછી, તેજસ્વી ઘરે પરત ફરી, જ્યાં તેના માતાપિતા દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેજસ્વીનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ તેની સાથે હતો. તેણે ગ્રાન્ડ વેલકમના ફોટોઝ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યાં છે.
તેજસ્વીનું તેના માતા-પિતાએ કર્યું ગ્રાન્ડ વેલકમ
રવિવારની રાત્રે, તેજસ્વીને આશ્ચર્ય થયું, જ્યારે તેના માતા-પિતાએ બિગ બોસ 15ની જંગલ-થીમની (Bigg Boss 15 Theme) સજાવટ સાથે તેનું ઘરમાં સ્વાગત કર્યું હતું. અભિનેતાએ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા જેમાં કરણ પણ દેખાય રહ્યો છે. તેજસ્વી પ્રકાશને બિગ બોસ ટ્રોફી સાથે રૂ. 40 લાખ જેટલી રકમ પણ મળી છે. શોના હોસ્ટ સુપરસ્ટાર સલમાન ખાને વિજેતાની જાહેરાત કરી હતી.