ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બૉસ 13: રોહિત શેટ્ટીને કરાવી સિદ્ધાર્થ અને આસિમની દોસ્તી - બીગ બૉસ 13ની રોહિત શેટ્ટીએ કરી મુલાકાત

મુંબઈઃ ફિલ્મ મેકર રોહિત શેટ્ટીએ રિયલીટી શૉ ‘બિગબૉસ 13’ના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તેમને સિદ્ધાર્થ અને આસીમ રિયાઝની વચ્ચેના મતભેદ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે કલર્સ ચેનલ દ્વાર ટ્વીટ કરાયેલાં વીડિયોમાં જોવા મળે છે. વીડિયોમાં ઘરના લોકો રોહિત શેટ્ટીને અચાનક જોઈ ચોંકી જાય છે.

બિગ બૉસ 13
બિગ બૉસ 13

By

Published : Dec 29, 2019, 8:43 AM IST

કલર્સના વિવાદિત શૉ ‘બિગબૉસ 13’માં સિદ્ધાર્થ અને આસિમ રિયાઝ વચ્ચે ઝઘડો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે શુક્રવારના એપીસોડમાં ફિલ્મ મેકર રોહિત શેટ્ટી ઘરમાં સિદ્ધાર્થ અને આસીમ સાથે વાત કરતાં જોવા મળે છે.

કલર્સ ચેનલે ઓફીશિયલ અકાઉન્ટ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં રોહિત શેટ્ટી ઘરમાં જતાં જોવા મળે છે. તેમને જોઈને સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારબાદ રોહિત સિદ્ધાર્થ અને આસીમ સાથે વાત કરે છે. જેમાં તેઓ સિદ્ધાર્થના માથે હાથ મૂકીને કહે છે કે, શું આટલો ગુસ્સો કરે છે ? અને બંને સાથે તેમની મિત્રતા વિશે વાત કરે છે.

રોહિતે કહ્યું કે, "હું જાણું છું કે, તમે બંને સારા મિત્રો છો. ક્યાંક તમે એ હદ વટાવી દીધી છે. એ એટલા માટે શક્ય બન્યું કારણ કે, તમે લોકો ખૂબ સારા મિત્રો હતા."

આ વાત દરમિયાન આસીમ તેની વાત કરવા જાય છે. ત્યારે સિદ્ધાર્થ ભાવુક થઈ જાય છે, અને રોહિત આસીમને કહે છે કે, "બેટા સાંભળ, તેની આંખમાં આંસુ છે."

આમ, આ વીડિયો જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રોહિત આસીમ અને સિદ્ઘાર્થની મિત્રતાને ફરીથી જીવતી કરવા માગે છે. હવે જાણવું રસપ્રદ રહેશે કે, તેમનો આ પ્રયાસ સફળ થાય છે કે નહીં...

આ ઉપરાંત વીડિયો આસીમ અને સિદ્ધાર્થ ઝઘડો કરતાં જોવા મળે છે. જેમાં શહનાઝ આસીમને ટૉયલેટની ડ્યૂટી કરવાનું કહે છે અને તે ના પાડે છે. બાદમાં આસીમ શહનાઝને ગુસ્સામાં કહે છે કે, જે તને આ બધુ કહેવાનું કહે છે એનાથી મને કોઈ ફરક પડતો નથી. ત્યારે ઝઘડો થાય છે અને શહનાઝ સિદ્ધાર્થનો પક્ષ લેતા કહે હું આસીમ સાથે વાત કરતી હતી. તો આસીમે સિદ્ધાર્થ સાથે ઝઘડો કેમ કર્યો??? એ દોસ્ત છે મારો...

આમ, આ પ્રોમો વીડિયોમાં ઝઘડો, દોસ્તી અને રોહિત શેટ્ટી સાથેની કેટલીક હળવી પળો દર્શાવવામાં આવી છે. જે દર્શકોને આગામી એપિસોડ જોવા માટે ઉત્સાહિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details