કંગના બિગ બોસના સેટ પર તેની આગામી સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ 'પંગા' ના પ્રમોશન માટે આવી છે. કબડ્ડી ખેલાડી તરીકે કંગના આ ફિલ્મમાં એક અલગ જ અંદાઝમાં જોવા મળી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલા એપિસોડના પ્રોમો વીડિયોમાં સલમાન અને કંગના સાથે મળીને ખૂબ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એટલુ જ નહીં, પરંતુ, બંને સ્ટાર્સ વચ્ચે ડાયલોગ્સના ફેસ ઓફ, આસિમ રિયાઝ, શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા વગેરેની પણ મિમિક્રી કરી હતી.
બિગ બોસ 13માં સલમાન ખાને કંગના રાનૌત સાથે કરી ખુબ મસ્તી - Salman khan
મુંબઇ : સુપરસ્ટાર સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ 13ના આગામી એપિસોડમાં કંગના રનૌતનું સ્વાગત કરતા જોવા મળશે.
Salman khan
કંગનાએ સલમાનને કહ્યું કે, તે બિગ બોસના ઘરમાં રહેલા કોઇ પણ પ્લેયર્સની એક્ટિંગ કરીને તેમનો કોઇ ડાયલોગ બોલીને દેખાડે. અભિનેત્રી તેની વાત પુરી કરે તે પહેલા, સલમાને બુમ પાડીને તેનો ડાયલોગ " હમપે એક અહેસાન કરના" બોલવા લાગ્યા અને આ જોઇ કંગના આશ્ચર્યમાં પડી ગઇ કારણ કે તેને આ વાતનો ખ્યાલ ન હતો.
હાલમાં જ, ઘરની અંદર ચાલી રહેલા ગુસ્સાના વાતાવરણ અને ગંદી વાતો વચ્ચે, સલમાન ખાને રશ્મિ દેસાઇને ઘર છોડવા કહ્યું, અભિનેતા પાસે કંટેસ્ટેંટન્સના નખરા સહન કરવાની સહેજ પણ શક્તિ રહી નથી.