ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બી એ શેર કરી એવી તસવીર, ટ્રોલર્સે કહ્યું તમારું એકાઉન્ટ હેક થયું છે કે શું છે? - બોવીવુડ ન્યુ

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં ભારત દેશ વિશ્વના નકશા પર ચમકતો જોવા મળ્યો હતો. આ તસવીર શેર કરીને બિગ બી ફરી એકવાર ટ્રોલર્સના શિકાર બન્યા છે.

big b
big b

By

Published : Apr 6, 2020, 8:33 PM IST

મુંબઇ: બોલીવુડ હસ્તીઓએ પણ પીએમ નરેન્દ્ર મોદીના 'દિવા પ્રગટાવો' અભિયાનમાં ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચને પણ રાત્રે 9 કલાકે તેની બાલકનીમાં ઉભા જોવા મળ્યા હતા. તે દરમિયાન તેમણે એક ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. જેને લઇને તેઓ ટ્રોલના નિશાનમાં આવી ગઈ છે.

અમિતાભે એક માણસની પોસ્ટ શેર કરી અને લખ્યું-'દુનિયા અમને જોઈ રહી છે, અમે એક છીએ'.

તમને જણાવી દઈએ કે બિગ બીએ જે પોસ્ટ શેર કરી છે તેમાં તે લખ્યું હતું-જ્યારે વિશ્વ ડગમગી રહ્યું હતું, ત્યારે હિન્દુસ્તાન ઝગમગી રહ્યું હતું… આજની આ તસવીર કંઇક આવું કહી રહી છે.

આ પોસ્ટ સાથે ફોટોશોપ ફોટો પણ હતો. જેના માટે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા હતા કે આ ફોટો નાસા તરફથી આવ્યો છે અને એવું કહેવાતું હતું કે વિશ્વના નકશામાં ભારતમાં રોશની દેખાય છે.

આ પોસ્ટ શેર કરીને, અમિતાભ બચ્ચન ટ્રોલ થયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને બનાવટી ગણાવી રહ્યા છે.

એક યુઝરે કહ્યું- સર, તમે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી રહ્યા છો.

ABOUT THE AUTHOR

...view details