ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને કરેક્શન ટ્વીટ કરતાં કેટલાક યુઝર્સે સાધ્યું નિશાન - અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને શનિવારે એક ટ્વીટ કર્યું હતું. જો કે, તે ટ્વીટ તેમણે પહેલા કરેલા ટ્વિટનું કરેકશન હતું. જેને લઈ પણ અમુક લોકોએ તેમના પર નિશાન સાધ્યું હતું.

Etv Bhaart
Amitabh bachhan

By

Published : Apr 20, 2020, 12:37 AM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચને શનિવારે એક ટ્વીટ કર્યું હતું. જોકે તે ટ્વીટ તેમણે પહેલા કરેલા ટ્વિટનું કરેકશન હતું. અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ હતું, 'ટી 3405 અચ્છા, એક વાત નક્કી છે, આ દિવસોમાં કોઈનો ફોન આવે તો, હવે એ પણ ન કહી શકીએ કે સાહેબ અમે ઘરે નથી."

મહાનાયકે કરેલા આ ટ્વીટમાં શરૂઆતમાં જે આંકડો લખ્યો છે, તેમાં ભૂલ હતી. તે ટ્વીટ સુધારીને ફરી તેમણે ટ્વીટ કર્યુ હતું. અભિનેતાએ પોતાના ટ્વીટમાં ટી 3405 લખ્યું હતું તે સુધારીને ટી 3504 આંકડા સાથે ફરી ટ્વીટ કર્યુ હતું. અમિતાભના આ ટ્વીટને લઈ પણ અમુક લોકો તેમના પર નિશાન સાધ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details