બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ બીમાર છે જેના કારણે તેઓ 23 ડિસેમ્બર, 2019ના રોજ દિલ્હીમાં યોજાનાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લઈ શકશે નહીં.ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ વિનરને સન્માનિત કરશે.
બિગ બી અસ્વસ્થ, 2019 નેશનલ ફિલ્મ એવોર્ડમાં નહી રહી શકે હાજર - બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન
મુંબઈ: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ પહેલા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ પર જાહેરાત કરી કે, તેઓ બીમાર હોવાને કારણે એવોર્ડ સમારોહમાં ભાગ લઈ શકશે નહીં.
etv bharat
બોલિવૂડના દિગ્ગજ નેતાને થોડા દિવલો પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં, તે સતત કામ કરી રહ્યા છે. ગત્ત મહિને ગોવામાં (IFFI) ની 50 મી આવૃત્તિના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લીધો હતો.
ઓક્ટોબરમાં, તેણે શેર કર્યું હતું કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, તેનું વજન પાંચ કિલોગ્રામ ઓછું થઈ ગયું હતું. " છેલ્લા કેટલાક દિવસોથી તેનું વજન ઓછું થયું છે. "અમિતાભે તેના બ્લોગ પર લખ્યું હતુ.