ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Big Bએ RK સ્ટૂડિયોમાં ઉજવાતી હોળીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી - અમિતાભ બચ્ચન ન્યૂઝ

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક જૂની તસવીર શેર કરી છે. જેમાં તેઓ RK સ્ટૂડિયોમાં રાજ કપૂર અને શમ્મી કપૂર સાથે હોળી રમતા જોવા મળે છે.

Big B
Big B

By

Published : Mar 10, 2020, 8:11 PM IST

મુંબઈઃ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને હોળીની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેઓ આર.કે. સ્ટુડિયોમાં રાજ કપૂર અને શમ્મી કપૂર સાથે હોળીની ઉજવણી કરતા જોવા મળે છે. નોંધનીય છે કે, કપૂર પરિવારમાં હોળીની ઉજવણી આર.કે સ્ટુડિયોમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં સિનેમા જગતની મોટી હસ્તીઓ સામેલ થતી હતી.

અમિતાભ બચ્ચને પહેલો ફોટો શેર કર્યો હતો, જેમાં તે જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને મિત્રો સાથે હોળી રમતા નજરે પડે છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, 'હોળી હૈ... હોળીના આ શુભ પ્રસંગે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહ. ખુશીના રંગો આપણા બધામાં અને આપણી વચ્ચેના જીવનથી ભરાઈ શકે. ભગવાનને એ જ પ્રાર્થના.

બિગ બીએ બીજો ફોટો શેર કર્યો, જેમાં તે આર કે સ્ટુડિયોમાં રાજ કપૂર અને શમ્મી કપૂર સાથે હોળી રમતા જોવા મળે છે. કહેવામાં આવે છે કે આર.કે. સ્ટુડિયોમાં હોળી દિવસે રંગોથી ટાંકીઓ ભરવામાં આવતી હતી. આમ, તે સમયે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. જેમાં નાના-મોટા તમામ કલાકારોને હોળી રમવા માટે બોલાવવામાં આવતા હતા.

ABOUT THE AUTHOR

...view details