નવી દિલ્હીઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ એકાઉન્ટ પર ઓવરગ્રીન સિંગર લતા મંગેશર અને આશા ભોંસલેની તસવીર શેર કરી છે. આ તસવીર તેમના બાળપણની છે. જેમાં બંને બહેનો ફ્રોકમાં જોવા દેખાય છે. ચાહકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
Big Bએ લતાજી અને આશાજીની તસવીર શેર કરી, જાણો કેમ છે ચર્ચાનું કારણ? - લત્તા મંગેશ્કર અને આશા ભોંસલે ન્યૂઝ
અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર લતા મંગેશકર અને આશા ભોંસલેની તસવીર શેર કરી છે. જે હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
big-b
લતા મંગેશકરે થોડા દિવસ પહેલા આધ્યાત્મિક ગુરૂ પંડિત જમ્મુ મહારાજ અને દિવંગત કવિ નરેન્દ્ર શર્માની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતીો બીજી તરફ અમિતાભ બચ્ચને તે બંને બહેનોની બાળપણ તસવીર શયર કરી છે. તેમજ તેમણે લખ્યું છે કે, "લત જી ઔર આશાજી કે બચપન કે ચિત્ર" આજે મેં લતાજીનું ટ્વીટ વાંચ્યુ,. તે દરમિયાન મને તેમની આ તસવીર મળી.
નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં રૂપેરી પડદે ધમાલ મચાવશે. બચ્ચન ‘ઝુંડ’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ગુલાબો સિતાબો’ ફિલ્મમાં દમદાર અભિનય કરતાં જોવા મળશે.
Last Updated : Feb 12, 2020, 1:23 PM IST