મુંબઈ: બોલિવૂડ અમિતાભ બચ્ચને કોરોનાથી જંગ જીત્યા બાદ પ્રખ્યાત ટીવી શો "કોન બનેગા કરોડપતિ"ની 12મી સીઝનનું શુટિંગ શરુ કર્યું છે. આ અંગે સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે, સુરક્ષાની તકેદારી રાખવામાં આવશે. બિગ બીએ સેટના ફોટો શેર કર્યાં છે. જેમાં ક્રૂ મેમ્બર પીપીઈ કીટ પહેરેલા જોવા મળી રહ્યાં છે.
કોરોના સામે જંગ જીત્યા બાદ અમિતાભ બચ્ચને શરુ કર્યું 'કોન બનેગા કરોડપતિ-12'નું શૂટિંગ - કૌન બનેગા કરોડપતિ 12નું શૂટિંગ
કોરોના જંગ જીત્યા બાદ અમિતાભ બચ્ચને "કોન બનેગા કરોડપતિ-12"નું શૂટિંગ શરુ કર્યું છે. અગાઉ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
![કોરોના સામે જંગ જીત્યા બાદ અમિતાભ બચ્ચને શરુ કર્યું 'કોન બનેગા કરોડપતિ-12'નું શૂટિંગ big b](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8534834-thumbnail-3x2-qweiou.jpg)
કોરોના જંગ
અમિતાભ બચ્ચને ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, કામ પર પરત ફર્યો છું...સમુદ્રી બ્લૂ રંગની પીપીઈ કીટ, કેબીસીએ આજે વર્ષ 2020માં 20 વર્ષ પુરા કર્યા, અદભુત... આજ લાઈફટાઈમ છે. અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હાલમાં બધા ઘર પર પરત ફર્યા છે.
આ પહેલા મેં મહિનામાં લૉકડાઉન વચ્ચે બિગ બીએ કેબીસીની આગામી સીઝનની શૂંટિગની શરુઆત કરી હતી. જેના પર સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા હતાં.