ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કેટલાક લોકો આશા રાખી રહ્યા છે કે હું કોરોનાથી મરી જાઉં: બિગ બી - અમિતાભ બચ્ચને ટ્રોલર ને આપ્યો જવાબ

કોરોનાથી સંક્રમિત બિગ બી નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લેતા લેતા સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. બીજી તરફ કેટલાક લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ અમિતાભને કોરોનાથી મરી જવું જોઈએ તેમ કહેતા અમિતાભે તેમના બ્લોગમાં આ વ્યક્તિને જવાબ આપ્યો છે.

કેટલાક લોકો આશા રાખી રહ્યા છે કે હું કોરોનાથી મરી જાઉં: બિગ બી
કેટલાક લોકો આશા રાખી રહ્યા છે કે હું કોરોનાથી મરી જાઉં: બિગ બી

By

Published : Jul 28, 2020, 7:14 PM IST

મુંબઈ: અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં તેમની કોરોનાથી મરવાની કામના કરતા તમામ ગુમનામ ટ્રોલર્સને નામ ઓપન લેટર લખ્યો છે. આ લેટરમાં બિગ બી જણાવે છે, " મિસ્ટર અનામ, તમે તો પોતાના પિતાનું નામ પણ નથી લખતા કેમ કે તમને એ ખ્યાલ જ નથી કે તમને કોણે પેદા કર્યા છે. બે વસ્તુ થઈ શકે છે. હું સાજો થઈ જઈશ અથવા મરી જઈશ. જો હું મરી જઈશ તો તમને મારા ઉપણ ટિપ્પણી કરવા નહીં મળે. અફસોસ.

"તમારા લેખન પર ધ્યાન એટલા માટે આપ્યું કેમ કે તમે અમિતાભ બચ્ચનને સ્વાઇપ કર્યું હતું... જો હું જીવતો રહ્યો તો તમારે ફક્ત હું જ નહી, પણ મારી સાથેના અન્ય 90 મિલિયનથી પણ વધુ લોકોનો સામનો કરવો પડશે.."

"મારા ફોલોઅર્સ મારી સેના છે.. જેમણે સમગ્ર વિશ્વને પાછળ પાડી દીધું છે.. તેઓ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા છે. એક વિસ્તૃત પરિવાર છે.. મારે એમને એટલું જ કહેવાની જરૂર પડશે..' ઠોક દો સાલોં કો '..."

ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારના 4 સભ્યો એકસાથે કોરોના સંક્રમિત થયા હતા. જેમાં અમિતાભ અને અભિષેક નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે એશ્વર્યા અને આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details