મુંબઈઃ લોકડાઉન દરમિયાન બોલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ખુબ જ એકિટવ રહે છે. કોરોનાને લઈ લોકોમાં જાગૃતિ ફેલાવવા સાથે સાથે લોકોને મનેરંજન પણ પુરૂ પાડી રહ્યાં છે. હાલમાં જ મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. જે જોઈ તમે પણ તમારા હસવા પર કાબુ મેળવી શકશો નહી.
77 વર્ષીય અમિતાભે શનિવારે ટ્વિટર પર એખ કોલાઝ ફોટો શેર કર્યો છે. ફોટો કેપ્શનમાં તેમણે જે લખ્યું છે તે વાંચી તમે પણ તેમની સાથે સહમત થઈ જશો. બીગ બી એ ફોટો કેપ્શનમાં મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ' અચ્છા, એક વાત નક્કી છે, હાલ ... કોઈનો ફોન આવે તો, એ પણ ન કહી શકીએ કે, સાહેબ હું ઘરમાં નથી.'