મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બોલીવુડના એવા કેટલાક કલાકારોમાંથી એક છે, જેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેના દ્વારા તેમના મંતવ્યો શેર કરે છે.અમિતાભ પણ નિયમિતરૂપે બ્લોગ્સ લખે છે અને આજે તે તેની બારમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, એટલે કે, આજથી બાર વર્ષ પહેલાં તેમણે પોતાનો બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું.ઇન્સ્ટાગ્રામ પર, તેણે તેમની તસવીરોનો એક કોલાજ શેર કર્યો અને તે વિશે માહિતી આપી હતી.
પોતાની પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, "આજે મારા બ્લોગના 12 વર્ષ પૂરા થયા છે ..મેં તેણે 17 મી એપ્રિલ, 2008 ના રોજ લખવાનું શરૂ કર્યું હતું .. આજે 4424 માં દિવસ છે એટલે કે ચાર હજાર ચારસો ચોવીસ દિવસ પૂરા થયા છે. કોઈ એક દિવસ એવો નથી ગયો કે બ્લોગ ન લખ્યો હોય,હું રોજ લખું છું .. તમારો આભાર ..તમારા પ્રેમ વિના તે શક્ય ન હોત. "