મુંબઈઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના વાઈરસને લઈ પોતાના ચાહકોને સતત સજાગ કરતાં રહે છે, ત્યાં હાલમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કોરોના વાઈરસ સામે લડતા કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો છે. આ આભાર વ્યક્ત કરતા બચ્ચને એક અલગ અંદાજમાં ઈમોશનલ મેસેજ શૅર કર્યો છે.
ટ્વિટર પર એક તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને ભગવાન ગણેશની તસવીર શૅર કરી છે, જેમાં કોરોના વોરિયર્સના નામ લખેલા છે. આ ફોટો શૅર કરીને બિગ બીએ કહ્યું કે, હું ફ્રન્ટલાઈન વર્કર્સ, ડોક્ટર્સ, નર્સ, સોશિયલ વોરિયર્સ સામે નતમસ્તક છું. કોણ કહે છે કે ભગવાન નથી મળતા? હોસ્પિટલમાં જુઓ, આપણે ભાગવાનના સ્વરૂપને ઓળખવું પડશે.