મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
બિગબી અને અભિષેક બચ્ચન બંનેએ તેમના સોશીયલ મીડિયા હેન્ડલ પર આ વાતની માહિતી આપી હતી જે પછી તમામ બોલિવૂડ સેલેબ્સ પોતપોતાના સોશીયલ મીડિયા પર પોસ્ટ મૂકી તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટેની કામના કરી રહ્યા છે.
જેમાં માધુરી દીક્ષિત નેને, તાપસી પન્નુ, સોનમ કપૂર આહુજા, શાહિદ કપૂર અને રીતેશ દેશમુખ જેવા કલાકારો સામેલ છે.