મુંબઇઃ બૉલિવૂડ શહંશાહ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના વાઇરસથી સંક્રમિત છે. બંને કલાકારોએ આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયામાં આપી હતી. અમિતાભ બચ્ચન અને અભિષેકની મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થોડા સમય પહેલા નાણાવટી હોસ્પિટલ તરફથી જાહેર એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચનની હાલત સ્થિર છે. તેમાં માઇલ્ડ લક્ષણો મળ્યા છે. જેથી હાલ તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડૉકટરની એક ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે.
બિગ-બી અને અભિષેક કોરોના પોઝિટિવઃ 'જલસા'ને સેનિટાઇઝ કરવા પહોંચી BMCની ટીમ - અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોવિડ 19થી સંક્રમિત મળી આવ્યા છે. મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહ્યા છે. આ સાથે જ મળતી માહિતી આપી હતી કે, બીએમસીના કર્મચારી અમિતાભના ઘરે જલસાને સેનિટાઇઝ કરવામાં આવશે અને તેઓ ત્યાં પહોંચ્યા પણ છે.
સૂત્રો અનુસાર બીએમસી પ્રતીક્ષા અને જલસાને સીલ કરશે અને સેનિટાઇઝેશન કરવામાં આવશે. નજીકના બંગલામાં પણ છંટકાવ કરવામાં આવશે. અમિતાભ બચ્ચનનું ઘર બીએમસીના વોર્ડમાં અંતમાં આવે છે. જ્યાં અત્યાર સુધી 5300 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. આ વોર્ડમાં 1445 સક્રિય કેસ છે. બીએમસીના કર્મચારી અમિતાભ બચ્ચનના ઘર જલસા પહોંચ્યા છે.
વધુમાં બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તે શૂજિત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળ્યા હતા, જેમાં આયુષ્માન ખુરાના પણ હતા. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ડિજિટલ પ્રારુપમાં રિલીઝ થઇ હતી. તેમની આગામી ફિલ્મોમાં ચહેરે, બ્રહ્માસ્ત્ર છે. તે લોકપ્રિય ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની 12મી સિઝનને પણ હોસ્ટ કરવાના છે.