સુપ્રિયોએ જણાવ્યું હતું કે, અભિનેત્રી જે લોકો સાથે મળી હતી તેમાંથી કેટલાક લોકો હવે આરોપી છે. બાબુલ સુપ્રિયોએ વધુમાં જણાવ્યું હતું કે, 'જો કોઈ ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે, તો હું તે વાતની ટીકા કરીશ. કોઈપણ પ્લેટફોર્મ પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો ન જોઈએ.
ભાજપના આ નેતા દીપિકા પાદુકોણના મોટા ફેન, ટ્રોલર્સની કરી નિંદા
મુંબઇ: કેન્દ્રીય પ્રધાન અને ગાયક કલાકાર બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે, JNUના વિદ્યાર્થીઓ સાથે પોતાની ફિલ્મ 'છપાક'ના પ્રમોશન માટે દીપિકા પાદુકોણનું મળવું અમુક લોકોને યોગ્ય ન લાગ્યું. દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઇ રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, 'હું દીપિકા પાદુકોણનો મોટો ચાહક છું. મેં મારી નાની પુત્રીનું નામ તેની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' મા નૈનાના પાત્ર પરથી રાખ્યું છે.
BABUL
નોંધનીય છે કે, દીપિકા પાદુકોણ તેની આવનારી ફિલ્મ 'છપાક'નાં રિલીઝ થતા પહેલા જેએનયુ પહોંચી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળી હતી, તેમજ હિંસાનો વિરોધ પણ કર્યો હતો. આ પછી તરત જ સોશિયલ મીડિયા પર હેશટેગ બૉયકૉટ છપાક ટ્રેન્ડ થવા લાગ્યું અને અભિનેત્રી સાથે દુર્વ્યવહાર થવા લાગ્યો હતો. જોકે, બોલિવૂડ સેલેબ્રીટીએ દીપિકાનો સાથ આપી સર્મથન કર્યું હતું.
Last Updated : Jan 16, 2020, 11:16 AM IST