ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભૂમિ શ્રી શ્રી રવિશંકર સાથે સેશનનું કરશે આયોજન - આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર ન્યૂઝ

ભૂમિ પેડનેકર આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે એક ચેટ સેશનનું આયોજન કરશે. જેમાં તે લોકડાઉન દરમિયાન માનસિક સ્વાસ્થ્ય માટેની સમસ્યાઓ અને તેના ઉપાયોની ચર્ચા કરશે.

bhumi
bhumi

By

Published : Apr 16, 2020, 11:52 PM IST

મુંબઈ: અભિનેત્રી ભૂમિ પેડનેકર કોવિડ-19ની માહામારી વચ્ચે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે સકારાત્મક રહેવાના મહત્વ અંગે ચર્ચા કરશે. આ ચર્ચા સત્ર દરમિયાન તે રવિશંકર સાથે લોકડાઉન દરમિયાન માનસિક સ્વાસ્થ્ય અને તેના પછી સામાજિક અને આર્થિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવા વાત કરશે.

ભૂમિએ કહ્યું કે, 'ઘણી વખત આવી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણે આપણા આંતરિક આત્મચિંતન, આપણા આધ્યાત્મિક પક્ષ સાથે ઉંડાઇથી જોડાવાની જરુરત હોય છે.

ભૂમિએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન માનસિક સ્વાસ્થ્ય એ 'મોટી પડકાર' છે. તેણે કહ્યું કે, 'હું આ અંગે ગુરુદેવ પાસેથી સૂચનો મેળવવા માટે ઉત્સુક છું, જે મને ખાતરી છે કે આપણા માટે જ્ઞાનવર્ધક બનશે.'

ABOUT THE AUTHOR

...view details