મુંબઇ: અભિનેત્રી ભૂમિ પેડનેકરે જણાવ્યું છે કે, ગણપતિની ઉજવણી માટે કેટલીય રીતો છે. આપણે પર્યાવરણની સુધારવા માટે ઇકોફેન્ડલી મૂર્તિ પસંદ કરીએ. ભૂમિ પેડનેકર એક પર્યાવરણ કાર્યક્રતા છે. તેણે જણાવ્યું કે, આ મારો ફેવરીટ તહેવાર છે અને આ તહેવાર હું મારા પરિવાર સાથે વર્ષોથી ઉજવી રહી છું.
હાલ જ્યારથી મને જળવાયુ સંરક્ષણ વિશે સમજાયું છે કે, પ્રકૃતિ જ ભગવાન છે, ભગવાન જ પ્રકૃતિ છે. આપણે વધુ સારા વિકલ્પો શોધવાની જરૂર છે." આ સંદેશને ફેલાવા માટે ભૂમિએ મહારાષ્ટ્રના મૂર્તિકાર અને પર્યાવરણ કાર્યકર્તા દત્તાદ્રી સાથે હાથ મિલાવ્યા છે.