ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'પતિ પત્નિ ઔર વો' ફિલ્મનો પહેલો લુક ભુમિએ કર્યો શેર - પતિ પત્નિ ઔર વો ન્યુઝ

મુંબઈઃ બોલીવુડની ખુબસુરત અદાકારામાંની એક ભુમિ પેડનેકરની આગામી ફિલ્મ 'બાલા' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે. જેમાં તેની સાથે આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ મહત્વની ભુમિકામાં છે. જ્યારે ભુમિએ તેની બીજી ફિલ્મ 'પતિ પત્નિ ઔર વો'નો પણ પહેલો લુક શેર કર્યો છે.

સૌ. ઈન્સ્ટાગ્રામ

By

Published : Oct 16, 2019, 8:56 AM IST

ભુમિ પેડનેકરે તેની આગામી ફિલ્મ 'પતિ, પત્નિ ઔર વો' નો પહેલો લુક પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે 'જરા હાઈ મેન્ટેન્સ હૈ હમ ઈમોશનલ !!!..' શેર કરેલા પોસ્ટરની વાત કરીએ તો, ભુમિ એક સામાન્ય પરણિત છોકરી જેવી લાગી રહી છે. એ કહેવું ખોટુ નથી કે ભુમિ આ લુકમાં ખુબ જ સુંદર અને સોહામણી લાગી રહી છે.

તમને જણાવીએ કે ફિલ્મ 'પતિ, પત્નિ ઔર વો' વર્ષ 1978માં આવેલી ફિલ્મ આર.બી ચોપડાની ફિલ્મ પતિ પત્નિ ઔર વો ની રિમેક છે.

આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં ભુમિ સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. ભુમિની છેલ્લી ફિલ્મ 'સાંડ કી આંખ' માં જોવા મળી હતી. જેણે બોકસઓફિસ પર ધમાલ મચાવી હતી.

ABOUT THE AUTHOR

...view details