ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ક્લાઈમેન્ટ ચેન્જને હજુ પણ ગંભીરતાથી લેવાતું નથી: ભૂમિ પેડનેકર - Environment Day

અભિનેત્રી ભૂમિ પેડનેકરે જણાવ્યું છે કે, એક માન્યતા મુજબ હવામાનનાં પરીવર્તનને હજી પણ વાસ્તવિક મુદ્દો માનવામાં આવતો નથી.

bhumi-pednekar
ભૂમિ પેડનેકર

By

Published : Jun 2, 2020, 5:37 PM IST

મુંબઇ: અભિનેત્રી ભૂમિ પેડનેકરે જણાવ્યું છે કે, એક માન્યતા મુજબ હવામાનનાં પરીવર્તનને હજુ પણ હળવાશથી લેવાઈ છે.

5 જૂનના રોજ પર્યાવરણ દિવસ છે, જેના સંદર્ભમાં ભૂમિ આ વિષય પર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

હવામાનનાં પરીવર્તનને હજુ પણ વાસ્તવિક મુદ્દો માનવામાં આવતો નથી: ભૂમિ પેડનેકર

ભૂમીએ કહ્યું કે "હવામાન પરિવર્તન, એક ખ્યાલ તરીકે, આજે પણ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતનથી. વિશ્વભરમાં કેટલાય એવા પર્યાવરણનાં ગંભીર મુદ્દાઓ છે કે જેનો લોકોને ખ્યાલ પણ નથી. જેમ કે દુષ્કાળનો વધારો, જંગલોમાં આગ, દુષ્કાળ, પૂર, સમુદ્રનું વધતું સ્તર, ખાદ્ય અને પાકનો વિનાશ, દેશો અને ખંડોમાં ગરમી અને ગરમીની લહેર."

તે ઈચ્છે છે કે દેશના દરેક નાગરિક ક્લાઈમેટ વોરિયર બને અને પર્યાવરણ માટે યોગદાન આપે.

તેમણે કહ્યું કે ક્લાઈમેટ વોરિયર પહેલ તેમના હૃદયની ખૂબ નજીક છે અને તેનો ઉદ્દેશ જાગૃતિ લાવવા અને યુવાઓને આ પહેલ સાથે જોડવાનો છે.

ABOUT THE AUTHOR

...view details