ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી ભૂમિ પેડનેકરે પહેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો - બોલીવુડ ન્યૂઝ

મુબંઈઃ એશિયાના પ્રતિષ્ઠિત ફિલ્મ ઈવેન્ટ 'બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'માં અભિનેત્રી ભૂમિ પેડનેકરને 'ફેસ ઓફ એશિયા અવૉર્ડ'થી સન્માનિત કરાઈ છે. એવૉર્ડ સ્વીકાર કરતી વખતે ભૂમિએ ખુશી વ્યક્ત કરતાં સૌનો આભાર માન્યો હતો.

અભિનેત્રી ભૂમિ પેડનેકરે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો

By

Published : Oct 5, 2019, 11:27 AM IST

યુવા અભિનેત્રીઓમાં ભૂમિ પેડનેકરે પોતાના અભિનયથી એક અગલ ઓળખ બનાવી છે. તેણે 'ટૉયલેટ', 'શુભ મંગળ સાવધાન', 'લસ્ટ સ્ટોરીઝ', અને 'સોન ચિડિયા' જેવા અનેક સફળ ફિલ્મોમાં ઉમદા અભિનય કર્યો છે.

ભૂમિને ફિલ્મી પડદા પર વિવિધ પ્રયોગ કરવા ઈચ્છા છે. તે પોતાની આગામી ફિલ્મ 'સાંડ કી આંખ'માં હરિયાણાના એક ગામની શાર્પ શૂટરનું પાત્ર નિભાવી રહી છે. આ ફિલ્મ દરમિયાન બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ 'ડૉલી કિટ્ટી' અને 'વો ચમકતે સિતારે' સ્પર્ધામાં હતી.

અભિનેત્રી તરીકે ભૂમિએ અનેક પુરસ્કાર પોતાને નામ કર્યા છે. જેમાં 'બુસાન ફેસ ઓફ એશિયા'નો ઉમેરો થયો છે. આ પુરસ્કાર કોરિયાની જાણતી ફિલ્મ અને ફેશન સામયિક દ્વારા આપવામાં આવ્યો હતો. એવૉર્ડ મેળવતી વખતે ભૂમિએ કહ્યું હતું કે, "હું ખૂબ ખુશ છું.આ મારો પહેલો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ છે. મારું કામ બુસાનના દર્શકો અને સમીક્ષકોને પસંદ આવ્યું તે મારા માટે આનંદની વાત છે. આભાર."

ABOUT THE AUTHOR

...view details