ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કાર્તિકના મેરિટલ રૈપવાળા ડાયલોગ પર થયો વિવાદ, ભૂમિએ માંગી માફી

મુંબઇ: અભિનતા કાર્તિક આર્યન પોતાની ફિલ્મ "પતિ,પત્નિ ઓર વો" ને લઇ ચર્ચામાં છે.આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર તથા અનન્યા પાંડે મુખ્ય પાત્રમાં જોવા મળશે.ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મના એક ડાયલોગ પર વિવાદ સર્જાયો છે.

પતિ,પત્નિ ઓર વો

By

Published : Nov 8, 2019, 2:36 PM IST

ફિલ્મના ટ્રેલરમાં કાર્તિક આર્યન એક ડાયલોગ બોલે છે જેને મેરિટલ રૈપથી જોડવામાં આવ્યું અને ટ્વિટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે,અને માફી માંગવાની માંગ પણ કરી રહ્યા છે.જે બાદ ફિલ્મની અભિનેત્રી ભૂમી પેડનેકરે લોકો પાસે માફી માંગી હતી.

ભૂમિએ કહ્યું કે જો કોઇની ભાવનાને દુખ થયું હોય તો હું માફી માંગુ છું.તેણે વધુમાં કહ્યું કે, પતિ પત્નિ ઓર વો ની સાથે જોડાયેલા તમામ લોકો આવી વિચારને સમર્થન નથી આપતા.

ટ્રેલરમાં એક સીનમાં કાર્તિક આર્યન તેના મિત્રનો રોલ નિભાવનાર અપારશક્તિ ખુરાનાને પોતાની ડિઝાયર વિશે વાત કરી રહ્યો હોય છે કે, ‘જે ડાયલોગે વિવાદ સર્જ્યો છે. પરતું હવે આ ડાયલોગને ફિલ્મમાંથી હટાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details