ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'બાલા' 100 કરોડની ક્લબમાં પ્રવેશતા ભૂમિ પેડનેકરે વ્યક્ત કરી ખુશી

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર, જેણે અત્યાર સુધી છ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાંથી તેમની છેલ્લી ફિલ્મ 'બાલા' છે, જે 100 કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશી છે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં ભૂમિએ જણાવ્યુ હતું કે, આવી ફિલ્મો સામાજિક એકતાને પ્રભાવિત કરવામાં ફાળો આપે છે.

વધુ એક ફિલ્મ 100 કરોડ ક્લબમાં પ્રવેશતા અદ્ભૂત લાગણી અનુભવી રહી છું : ભૂમિ પેડનેકર

By

Published : Nov 24, 2019, 2:34 PM IST

ભૂમિ પેડનેકરે જણાવ્યુ હતું કે, "પ્રેક્ષકો તરફથી 'બાલા'ને મળેલા પ્રતિસાદથી હું ખૂબ જ ખુશ છું. આ એક મહત્વપૂર્ણ સંદેશો આપતી ફિલ્મ છે. લોકો તેને ખૂબ પ્રેમ આપી રહ્યા છે તે જોઇને મને આનંદ થયો." આ પહેલા તેની ફિલ્મ 'ટોઇલેટ: એક પ્રેમ કથા', જેમાં તેણે અક્ષય કુમાર સાથે અભિનય કર્યો હતો તે પણ 100 કરોડની ક્લબમાં પ્રવેશી હતી.

ભૂમિએ કહ્યું, 'આવી ફિલ્મો સામાજિક ચેતનાને અસર કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. આ ફિલ્મનો હિસ્સો હોવાથી હું અદ્ભૂત લાગણી અનુભવી રહી છું અને આભારી છું કે લોકો આવી ફિલ્મોને પસંદ કરતા થયા છે.'

'બાલા' એ આયુષ્માન ખુરાના સાથે ભૂમિની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે 'દમ લગા કે હઇશા' અને 'શુભ મંગલ સાવધાન' માં સાથે કામ કર્યું હતું. અભિનેત્રીએ ફક્ત તેની 'બાલા'ની સહકલાકાર યામી ગૌતમનો જ નહીં, પરંતુ દિગ્દર્શક અમર કૌશિક, નિર્માતા દિનેશ વિજન અને ફિલ્મને સફળ બનાવવા માટે અથાક મહેનત કરતા સમગ્ર કાસ્ટ અને ક્રૂનો પણ આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details