ન્યૂઝ ડેસ્ક:સોશિયલ મીડિયા (Social Media) પર વહેતુ ગીત 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકર ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ એક માર્ગ અકસ્માતમાં (Bhuban Badyakar Road Accident) ઘાયલ થયેલા ભૂબને આપેલા તેના નિવેદનમાં માફી માંગી છે. જેનું કારણ છે કે, તેણે 'કાચા બદામ' ગીતથી ફેમસ થયા બાદ પોતાને સેલિબ્રિટી ગણાવ્યો હતો. ભુબનના આ નિવેદન બાદ કેટલાક લોકોએ તેને સોશિયલ મીડિયા પર ઘેરી લીધો હતો
કાર્યક્રમમાં ભુબને સ્વીકાર્યું.....
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ભુબને સ્વીકાર્યું હતું કે, "તેની સેલિબ્રિટીની ટિપ્પણી નિંદનીય (Bhuban Badyakar celebrity comment) છે અને 'મને હવે અહેસાસ થયો છે કે, મારે આવું ન કહેવું જોઈતું હતું, લોકોએ મને સેલિબ્રિટી બનાવી દીધો છે, જો મારી સ્થિતિ ફરી બગડશે તો હું ફરીથી કાચ્ચા બદામ વેચવાનું શરૂ કરીશ, લોકોનો આટલો પ્રેમ મળવા બદલ હું ખુબ નસીબદાર હોય તેવો મને અહેસાસ થાય છે. હું એક સામાન્ય વ્યક્તિ છું અને સાદું જીવન જીવ્યો છું, સ્ટારડમ, મીડિયા અટેંશન અને ગ્લેમર હંમેશા માટે રહેતુ નથી, પરંતુ હું તમને જણાવા માંગુ છું કે એક હું બદલાયો નથી".
આ પણ વાંચો:UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ
ભુબને તેની નવી 'આમર નોટૂન ગાડી' રેકોર્ડ કરી