ન્યૂઝ ડેસ્ક:કોરોના ધીમો પડતા હવે ફિલ્મનો વરસાદ વરસી રહ્યો છે. રિલીઝ થવા માટે ફિલ્મોની લાઇનો લાગી છે. એક પછી એક ફિલ્મ તેની રિલીઝ ડેટનું એલાન કરી રહ્યાં છે. આજે શિવરાત્રીના મંગળ દિવસનો લાભ ઉઠાવી સુપરસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ (Chiranjivi Upcoming Film) 'ભોલા શંકર'નું ફર્સ્ટ લૂક રિલીઝ (Bhola Shankar First Look Release) કરવામાં આવ્યું છે. ટીઝરમાં એક્ટર ચિરંજીવીનો માચોમેન લુક જોવા મળી રહ્યો છે.
ટીઝરમાં ચિરંજીવી ધમાકેદાર એન્ટ્રી
આ ટીઝરમાં ચિરંજીવીએ સ્પોર્ટ ગાડી સાથે જબ્બર એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે, 'ભોલા શંકર' મેહર રમેશ દ્વારા નિર્દેશિત છે, જે 2009ની એક્શન ફિલ્મ 'બિલ્લા' અને કન્નડ ફિલ્મ 'વીરા કન્નડીગા' જેવી હિટ ફિલ્મો માટે ખ્યાતિ ધરાવે છે. આ ફિલ્મને અનિલ સુંકારાનીની કંપની એકે એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રિયા ચક્રવર્તીનો દેસી લૂક જોઇ બનાવો મૂડ