ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ કોરોના સંક્રમિત - દિનેશલાલ યાદવ

બાંદા ખાતે ફિલ્મ 'સબકા બાપ અંગૂઠા છાપ' ફિલ્મનું શૂટિંગ કરી રહેલા ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ કોરોના સંક્રમિત થયા છે.

ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ કોરોના સંક્રમિત
ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ કોરોના સંક્રમિત

By

Published : Apr 14, 2021, 4:15 PM IST

  • બોલિવૂડ બાદ ભોજપુરી ફિલ્મોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું
  • ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ અને ટીમના 2 સભ્યો સંક્રમિત
  • શૂટિંગ બંધ કરવામાં આવ્યું, અભિનેતા આઈસોલેશન વોર્ડમાં દાખલ

બાંદા: કોરોનાએ ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆની ફિલ્મ 'સબકા બાપ, અંગૂઠા છાપ'નાં સેટ પર દસ્તક આપી છે. નિરહુઆ અને તેની ટીમના 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેથી ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું છે. નિરહુઆ અને તેની ટીમના સભ્યોની મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે.

સેટ પર કોરોના ગાઈડલાઈનનું પાલન કરાતું ન હતું

ભોજપુરી ફિલ્મ 'સબકા બાપ, અંગૂઠા છાપ'ના સેટ પર કોરોના ગાઇડલાઇન્સનુંપાલન થતું ન હતું. શૂટિંગ જોવા માટે સેટ પર લોકોના ટોળા પણ ઉમટતા હતા. અહીં કોરોના ગાઈડલાઈનની અવગણવાના કરવામાં આવી હતી. તબિયત લથડતા નિરહુઆ અને ટીમના બે સભ્યોએ મંગળવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details