“ભારત” ફિલ્મનું સોન્ગ 'ચાશણી'નું ટિઝર થયું રિલીઝ, જુઓ કેટરિના-સલમાનનો લૂક - katrina kaif
ન્યૂઝ ડેસ્ક: સલમાન ખાન અને કેટરીના કૈફની આગામી ફિલ્મ 'ભારત'ના રોમેન્ટિક ગીત 'ચાશણી'નું ટિઝર રિલીઝ થઈ ગયું છે. માત્ર 20 સેકન્ડના આ ટિઝરમાં સલમાન અને કેટરીનાનો રોમેન્ટિક અંદાજ સામે આવ્યો છે. આ સોન્ગનું ટિઝર ટી સીરીઝ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જે યુ ટ્યુબ પર ખુબ જ ધૂમ મચાવી રહ્યું છે.

ભારત
આ ફિલ્મ 5 જૂન 2019 ના રોજ ઈદના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત તબુ, જેકી શ્રોફ, સુનિલ ગ્રોવર, દિશા પટણી, આસિફ શેખ, સોનાલી કુલકર્ણી તેમજ નોરા ફતેહી પણ છે.