વોશિંગ્ટન: વિશ્વભરમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન આરોગ્ય કાર્યકર તેમજ અન્ય લોકોનું માનસિક સ્વાસ્થ્ય જાળવાઈ રહે તે હેતુથી બેયોંસે 6 મિલિયન US ડોલરની મદદ કરી છે. સુપરસ્ટાર સિંગર બેયોંસે, ટ્વિટર CEO જેક ડોર્સી સાથે મળીને કોરોના વાઇરસ સંકટ દરમિયાન માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે 6 મિલિયન અમેરિકન ડોલરની મદદ કરવાનો વાયદો કર્યો હતો.
આરોગ્ય કાર્યકર તેમજ અન્ય લોકોનું માનસિક સ્વાસ્થ્ય જાળવવા બેયોંસે 6 મિલિયન US ડોલરની મદદ કરી - માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ માટે 6 મિલિયન યુ.એસ. ડોલર
વિશ્વભરમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન આરોગ્ય કાર્યકર તેમજ અન્ય લોકોનું માનસિક સ્વાસ્થ્ય જાળવાઈ રહે તે હેતુથી બેયોંસે 6 મિલિયન US ડોલરની મદદ કરી છે.
બેયોંસે આરોગ્ય કાર્યકરો અને અન્ય લોકોને 6 મિલિયન યુ.એસ. ડોલરની કરી મદદ
એક મેગેઝિનના જણાવ્યા મુજબ, આ પહેલ 'બેગુડે' કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવી છે, જે જરૂરિયાતમંદ સમુદાયોને બ્રેડ ફોર લાઇફ, યુનાઇટેડ મેમોરિયલ સેન્ટર, મેથ્યુ 25 સહિત અન્ય ઘણી સંસ્થાઓને ટેકો આપે છે, જે ખોરાક, શુદ્ધ પાણી, માસ્ક વગેરે પ્રદાન કરે છે.
રિપોર્ટમાં બેગુડે જાહેર કરેલા નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, 'બેયોન્સનું બેગુડે આરોગ્ય કર્મચારીઓને મદદ કરે છે.