ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવૂડમાં 7 વર્ષ પૂર્ણ થતા ક્રિતી સેનને વીડિયો શેર કરીને કહ્યું, 'મારી જિંદગીનો સૌથી યાદગાર તબક્કો' - સોશિયલ મીડિયા

આજે રવિવારે 'હિરોપંતી' ફિલ્મને 7 વર્ષ પૂર્ણ થયા છે. અભિનેત્રી ક્રિતી સેનન અને ટાઈગર શ્રોફની આ ડેબ્યૂ ફિલ્મ હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 7 વર્ષ પૂર્ણ થતા ક્રિતી સેનને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં હિરોપંતી ફિલ્મના શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટોગ્રાફ્સ હતા.

'હિરોપંતી'ને 7 વર્ષ પૂર્ણ
'હિરોપંતી'ને 7 વર્ષ પૂર્ણ

By

Published : May 23, 2021, 4:22 PM IST

  • 7 વર્ષ અગાઉ 23 મે ના રોજ રીલિઝ થઈ હતી ફિલ્મ હિરોપંતી
  • ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનનની હતી આ ડેબ્યૂ ફિલ્મ
  • અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 7 વર્ષ

હૈદરાબાદ: ટાઈગર શ્રોફ સાથેની પોતાની ડેબ્યૂ ફિલ્મ 'હિરોપંતી'ને 7 વર્ષ પૂર્ણ થતા અભિનેત્રી ક્રિતી સેનને બોલિવૂડમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે.

તમામ લોકોનો આભાર માન્યો

30 વર્ષીય અભિનેત્રી હાલમાં બોલિવૂડની 7 બિગ-બજેટ ફિલ્મો સાથે સંકળાયેલી છે. જે સાબિત કરે છે કે, માત્ર 7 વર્ષના ગાળામાં તે કેટલી આગળ વધી છે. પોતાની ડેબ્યૂ ફિલ્મની યાદોને વાગોળતા ક્રિતી સેનને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. જેમાં ફિલ્મ 'હિરોપંતી'ના શૂટિંગ દરમિયાનની કેટલીક 'બિહાઈન્ડ ધ સીન્સ' તસવીરો શેર કરી હતી. આ સાથે ફિલ્મના કાસ્ટ અને ક્રૂ નો પણ આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details