ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમાર ઓગસ્ટમાં 'બેલ બોટમ'નું શૂટિંગ શરૂ કરશે - અક્ષય કુમાર બેલ બોટમ ફિલ્મ

કોરોના વાઇરસને કારણે બોલીવૂડમાં ફિલ્મ્સનું શૂટિંગ લાંબા સમયથી બંધ રહ્યું છે. પરંતુ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જલ્દીથી શૂટિંગ ફરી શરૂ થશે. આવી સ્થિતિમાં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી છે કે તે તેની આગામી ફિલ્મ 'બેલ બોટમ'નું શૂટિંગ ઓગસ્ટથી શરૂ કરવા જઇ રહ્યા છે. અક્ષયે આ ફિલ્મમાં પોતાના કો-સ્ટાર્સ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર

By

Published : Jul 6, 2020, 6:48 PM IST

મુંબઈ: સુપરસ્ટાર અક્ષય કુમારે સોમવારે તેની આગામી ફિલ્મ 'બેલબોટમ' ફિલ્મની જાહેરાત કરી છે. જે આવતા મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

કોવિડ લોકડાઉન પછી ફરી નિર્માણ શરૂ કરનારી આ ફિલ્મ સંજય ગુપ્તાની મુંબઈ સાગા પછીની પહેલી ફિલ્મ હશે.

ભારતમાં કોરોના વાઇરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને, ફિલ્મના તમામ કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકો શૂટિંગ માટે યુનાઇટેડ કિંગડમ (યુકે) જવાની તૈયારી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મના પોસ્ટરને શેર કરતાં અક્ષયે લખ્યું, "અમે જે સારુ કરી શકીએ તે કરવા માટે ખૂબ ઉત્સુક છીએ. 'બેલ બોટમ'નું શૂટિંગ શરૂ કરતા અમે આવતા મહિને કામ પર પાછા ફરીશું".

ફિલ્મમાં અક્ષયની સાથે વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા ભૂપતિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

રંજિત એમ. તિવારી દ્વારા દિગ્દર્શિત, 'બેલ બોટમ' એક સ્પાઇ થ્રિલર છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અસીમ અરોરા અને પરવેઝ શેખે લખી છે.

ABOUT THE AUTHOR

...view details