મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કરીના કપુર ખાને સોશિયલ મીડિયા પર ગર્લ ગેંગની એક સુંદર ફોટો શેર કર્યો છે. જે ફોટોમાં કરિના કપુર બહેન કરિશ્મા કપુર, મલાઈકા અરોરા ખાન અને અમૃતા અરોરા સાથે જોવા મળે છે.
કોરોના વાઈરસને લીધે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન તમામ લોકો ઘરમાં જ છે. આ દરમિયાન કરિના કપુરને પોતાની ગર્લ ગેંગની યાદ આવતી હોય તેવું લાગી રહ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી પોતાની લાગણી અભિવ્યકત કરી રહી છે.
કરીના કપુરે પોતાની ગર્લ ગેંગનો ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, ' આટલા લાંબા સમય સુધી મારી ગર્લ ગેંગ સુધી દુર રહેવામાં ખરેખર મુશ્કેલ લાગી રહ્યું છે.' આ ફોટોમાં કરીના, કરીશ્મા, મલાઈકા અને અમૃતા ચશ્મા સાથે ખુબ જ સ્ટાઈલીશ દેખાઈ રહ્યાં છે.