ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જુઓ દાઢી વગર આવો લાગે છે કાર્તિક આર્યન... - કોરોના વાઈરસ

પતિ પત્ની ઓર વોના અભિનેતાએ દાઢી કાઢી નાખી છે. કાર્તિક આર્યને "મમ્મી સાહિ ખેલ ગઈ..." કેપ્શન સાથે આ વીડિયો શેર કર્યો હતો

Kartik Aaryan
કાર્તિક આર્યન

By

Published : May 17, 2020, 8:42 AM IST

મુંબઇ: અભિનેતા કાર્તિક આર્યને શનિવારે એક રમુજી વીડિયો શેર કર્યો છે. જેમાં પોતાના મૂળભૂત દેખાવ પર પાછો ફરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ક્લિન સેવ કરતે નજરે પડે છે. કાર્તિકની દાઢી ક્વોરેન્ટાઈન દરમિયાન વધી ગઈ હતી.

29 વર્ષીય સ્ટારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કાર્તિક તેની માતાને દર્શાવતો એક રમુજી વીડિયો બનાવ્યો છે. પ્યાર કા પંચનામા સ્ટારે આ વીડિયોને "મમ્મી સાહિ ખેલ ગઈ..." કેપ્શન સાથે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પોસ્ટ થયાના કલાકોમાં 2,775,137થી વધુ વાર જોવાયો હતો.

આ પહેલા કાર્તિકે પોતાની એક ક્લોઝ-અપ સેલ્ફી શેર કરી હતી અને તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. દાઢી રાખવા અંગે અભિપ્રાય માંગ્યો હતો.

દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેે કારણે હાલ સ્ટાર્સ સહિત બધા લોકો પોતાના ઘરોમાં જ જોવા મળી રહ્યા છે. લોકડાઉન દરમિયાન બોલીવુડ સ્ટારે સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં કોરોના વાઈરસ વિશે જાગૃતિ લાવવા અને ઘરે રહેવા માટેના મહત્વ વિશે સમજાવવા વિષેશ પ્રયત્નો કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details