- એપ્રિલ મહિનાથી ઓફિશિલી જોડાયો હતો MX ટકાટક સાથે
- વિરાટ બનાવશે ક્રિકેટ સાથે જોડાયેલા વિવિધ શોર્ટ વીડિયો
- અનુષ્કાએ બતાવી તેની સ્કિલ્સ
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): MX ટકાટક (MX Takatak) પર વાયરલ થઈ રહેલા #BatBalance challengeમાં બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીને સાથ આપતી જોવા મળી રહી છે. તેણે તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પોતાની આંગળીઓ પર બેટને બેલેન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વિરાટના MX ટકાટક સાથેના કોલેબરેશનનો એક ભાગ છે, જેમાં તે એપ્રિલ મહિનાથી ઓફિશિલી જોડાયો હતો. જેમાં વિરાટ ક્રિકેટ સાથે જોડાયેલા વિવિધ શોર્ટ વીડિયો બનાવશે.
આ પણ વાંચો: અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી
ક્રિકેટ ફેન્સે આપ્યો સારો પ્રતિસાદ
આ #BatBalance challenge થોડા સમય પહેલા જ એક શોર્ટ વીડિયો શેરીંગ પ્લેટફોર્મ પર શરુ વિરાટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ક્રિકેટ ફેન્સ ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને ડુએટ વીડિયો બનાવી તેને વાયરલ કરી રહ્યા છે. જેમાં અનુષ્કા પણ જોડાઈ હતી અને તેણે આ ચેલેન્જને ખુબ સારી રીતે પાર પાડ્યો હતો. વીડિયોના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું હતું કે, મને વિરાટ સાથે ટકાટક #BatBalance challenge કરવાની ખુબ મઝા પડી. તમે પણ અમારી સાથે MXtakatak એપ પર જોડાઈને તમારી સ્કિલ્સ બતાવી શકો છો"