મુંબઈ: પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે બુધવારે મુંબઈની જુહુ ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પીદાના નિધનના (Bappi Lahiri Passes Away) સમાચાર સાંભળી બોલિવૂડ સહિત અન્ય દિગ્ગજોએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ (Bollywood Starts Tribute to Bapida) આપી છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ ટ્વીટ કર્યું - અન્ય એક મહાન વ્યક્તિ આપણને છોડીને ચાલ્યા ગયા છે. પી એન્ડ જીના એડ શૂટ દરમિયાન તેમની સાથે કામ કરવાનો અને બાદમાં વ્હાઇટ ફેધર ફિલ્મ્સ સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અદ્ભુત ગાયક અને પ્રતિભાશાળી વ્ચકિતત્વ.
ફેમસ અભિનેતા અજય દેવગણે ટ્વીટ કરીને લખ્યું - બપ્પીદા ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હતા પરંતુ, તેમના સંગીતમાં એક ધાર હતી. તેમણે ચલતે ચલતે, સુરક્ષા અને ડિસ્કો ડાન્સર સાથે હિન્દી ફિલ્મ સંગીતમાં વધુ સમકાલીન શૈલી પેશ કરી હતી. શાંતિ દાદા, આપ યાદ આયેંગે.
આ સાથે શોક વ્યક્ત કરતા, ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરી કહ્યું કે- સુપ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીજીના નિધન વિશે સાંભળીને આઘાત અને દુખ થયું. તેમના પરિવાર પ્રત્યે ગહેરી સંવેદના. ઓહ શાંતિ.